વેક્સિનેશન ડ્રાઈવ:જામનગર જિલ્લામાં 117 સ્થળો પર વેક્સિનેશન ડ્રાઈવ યોજાઈ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારના 239 જેટલા ગામોમાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી
  • બસ સ્ટેશન ખાતે મુસાફરોને સ્થળ પર જ વેક્સિન આપવાનો નવતર પ્રયાસ હાથ ધરાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે જામનગર જિલ્લામાં વેક્સિનેશન ડ્રાઈવ યોજવામાં આવી હતી આ વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત શહેર અને જિલ્લા કક્ષાએ 117 વેક્સિનેશન કેન્દ્ર ખાતે સવારથી મોડી રાત સુધી રસીકરણ ઝૂંબેશ હાથ ધરવામાં આવ્યું છે.

426 જેટલા વેક્સિનેશન સેન્ટરો પર પ્રક્રિયા હાથ ધરાઈજિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 239 જેટલા ગામોમાં વેક્સિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. રસીકરણ ઝુંબેશને વધુ વેગવાન બનાવવા જામનગર જિલ્લા PHD,UPSC કેન્દ્ર ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ટોલ પ્લાઝા સહિત વધુ અવર-જવર ધરાવતા સ્થળ પણ કેન્દ્ર નિર્ધારિત કરવામાં આવ્યાં છે. જે માટે 426 જેટલા વેક્સિનેશન સેન્ટરો અને 1000 સ્ટાફ દ્વારા રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

વધુમાં વધુ લોકો વેક્સિનેશન ડ્રાઈવનો લાભ લેવા અનુરોધ કરાયોજામનગર જિલ્લાના મહાનગરપાલિકા, નગરપાલિકા તથા ગ્રામીણ વિસ્તારો માટે તંત્ર દ્વારા મેઘા વેક્સિન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારઘી તથા મ્યુનિસિપલ કમિશ્નર વિજય ખરાડીના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરના વિવિધ 55 સ્થળો પર આજરોજ વહેલી સવારથી મેગા ડ્રાઇવ શરૂ કરાઈ છે. જેમાં જામનગર બસ સ્ટેશન ખાતે આવતા મુસાફરોને પણ સ્થળ પર જ વેક્સિન આપવાનો નવતર પ્રયાસ હાથ ધરાયો છે.

તદુપરાંત જિલ્લાના નગરપાલિકા તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ 117 સ્થળો પર જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિન ડ્રાઇવનું આયોજન હાથ ધરાયું છે. ઉપરોક્ત તમામ સ્થળોએ યોજવામાં આવેલા ખાસ વેક્સિન મેગા ડ્રાઈવ મોડી રાત સુધી લાભાર્થીઓ માટે શરૂ રાખવામાં આવનારો છે. વધુમાં વધુ લોકોને આ વેક્સિનેશન ડ્રાઈવનો લાભ લેવા જિલ્લા વહીવટીતંત્ર તથા આરોગ્ય તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...