કોરોના વેક્સિનેશન:રસી આવી, 3,000 થી વધુ બાળકોને વેક્સિનેશન

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મર્યાદિત જથ્થો આવતા આગામી દિવસોમાં 15 થી 18 વર્ષના બાળકોના રસીકરણ સામે સવાલ
  • જામનગર મહાનગરપાલિકા દ્વારા 11 આરોગ્ય કેન્દ્ર અને 21 શાળાઓમાં રસીકરણની કામગીરી

જામનગરમાં રસીનો જથ્થો આવતા 3000 થી વધુ બાળકોને વેક્સિનેશન કરાયું હતું. શહેરમાં 11 આરોગ્ય કેન્દ્ર અને 21 શાળાઓમાં રસીકરણની કામગીરી થઇ હતી. જો કે, મર્યાદિત જથ્થો આવતા આગામી દિવસોમાં બાળકોને રસીકરણની કામગીરી સામે સવાલ ઉઠયા છે.

જામનગર સહિત રાજયભરમાં 15 થી 18 વર્ષના બાળકોને શાળા-કોલેજો અને આરોગ્ય કેન્દ્રમાં કોરોના પ્રતિરોધક રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં ચાર દિવસ દરમિયાન 20000 જેટલા બાળકોને રસી આપવામાં આવી છે. પરંતુ શુક્રવારે જામનગર શહેરમાં બાળકોએ આપવાની કોરોના પ્રતિરોધક રસીનો જથ્થો ખલાસ થતા શાળ-કોલેજ અને આરોગ્ય કેન્દ્ર મળી કુલ 32 સ્થળો પર 3431 બાળકોને રસીકરણ થઇ શકયું ન હતું. આથી ભારે દેકારો બોલી ગયો હતો. જો કે, શનિવારે બાળકોને આપવાની કોવેક્સિન રસીના 5000 ડોઝ આવતા શહેરમાં 11 આરોગ્ય કેન્દ્ર અને 21 શાળાઓમાં 3000 થી વધુ બાળકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી હતી. જો કે, રસીનો મર્યાદિત સંખ્યામાં જથ્થો આવતા આગામી દિવસોમાં બાળકોન રસીકરણની કામગીરી સામે સવાલ ઉઠયા છે.

અન્ય સમાચારો પણ છે...