જામનગર જિલ્લામાં શિક્ષણમાં મહત્વની ગણાતી કેળવણી નિરીક્ષકોની અનેક જગ્યાઓ ખાલી પડી છે ત્યારે નવી શિક્ષણનીતિ મુજબ આ પોસ્ટને અપગ્રેડ કરી ટીપીઓ તરીકે જાહેર કરવામાં આવી છે. આ અંગે નિમણૂકની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે.
નવી શિક્ષણ નીતિ નીતિન ના લાભાલાભ જામનગર જિલ્લાના શિક્ષણમાં જોવા મળી રહ્યા છે જિલ્લા પંચાયત હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ઉપર સીધી દેખરેખ રાખવા માટે જે કેળવણી નિરીક્ષકોને ફરજ બજાવતા હતા તે પોસ્ટ હવે સરકારે નવી શિક્ષણ વિભાગની સૂચના મુજબ સુષુપ્ત કરી દીધી છે અને આ જગ્યા અપગ્રેડ કરી ટીપીઓની કેડર ઊભી કરી છે જે અપગ્રેડ કરાતા હવે તાલુકા કેળવણી નિરીક્ષકની જગ્યા ઉપર કોઈ નિમણૂક લાંબા સમયથી કરવામાં ન આવી હોવાનું જાણવા મળે છે.
આ જગ્યા ઉપર ટીપીઓની નિમણૂક થશે તેવું પણ સૂત્રોમાંથી માહિતી મળી રહી છે. આમ જોઈએ તો હાલમાં તો તાલુકા કક્ષાએ બીઆરસી કોડિનેટર અને તાલુકા શાળાકક્ષાએ સીઆરસી કો-ઓડીનેટર દ્વારા જ શિક્ષણ ક્ષેત્રે દેખરેખ રાખવામાં આવી રહી છે ગાંધીનગરથી સર્વ શિક્ષણ કચેરી હસ્તક બંને પોસ્ટ ઉપર સીધી જ નિમણૂક કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.