માંગણી:મનપાની મહત્વની શાખાઓમાં કાર્યપાલક ઇજનેરની જગ્યા ખાલી

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓ પર કામના ભારણથી કામગીરી પર માઠી અસર
  • નવી ભરતી અથવા બઢતી આપવા વિરોધ પક્ષના નેતાની માંગણી

જામનગર મહાનગરપાલિકાની મહત્વની શાખાઓમાં કાર્યપાલક ઇજનેર, કર્મચારીઓની જગ્યા ખાલી હોય અધિકારીઓ પર કામના ભારણથી કામગીરી પર માઠી અસર પડી રહી છે. આથી નવી ભરતી અથવા તો અધિકારીઓને બઢતી આપવા વિપક્ષના નેતાએ માંગણી કરી છે.

જામનગર મહાપાલિકાના વિપક્ષના નેતા આનંદ રાઠોડે કમિશ્નરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, શહેરમાં 1984 માં જે સેટઅપ બનાવ્યું હતું તે મુજબ ભરતી કરવામાં આવી હતી ત્યારે શહેરની વસતી ફકત 3 લાખ હતી. પરતુ ત્યારબાદ મનપાની હદ અને શહેરની વસતી બંને વધી છે.

આ સ્થિતિમાં મનપામાં પૂરો સ્ટાફ નથી. કારણ કે, મનપાની બધી શાખાઓમાં કાર્યપાલક ઇજનેરની પાંચેય પોસ્ટ ખાલી છે. આથી એક જ અધિકારી પાસે એકથી વધુ ચાર્જના કારણે કામના ભારણના કારણે કામગીરી પર માઠી અસર પડી રહી છે. ખાસ કરીને મનપાની સોલીડ વેસ્ટ, ભૂગર્ભ, વોટર વર્કસ, સીવીલ અને પ્રોજેકટ એન્ડ પ્લાનીંગ શાખામાં ઇજનેરો અને કર્મચારીઓની ખાલી જગ્યા તાકીદે ભરવી જરૂરી છે. અન્યથા ખાલી પડેલી જગ્યા પર અધિકારીઓને બઢતી આપવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...