તાકીદ:શહેરના વોર્ડ નં.6માં પાણીની લાઈનના ફીટીંગની તાકીદ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોગેશ્વરધામ સોસાયટીમાં કામગીરીનું નિરીક્ષણ
  • લાઇનની યોગ્ય ઉંડાઇ અને લેવલ જાળવવા સૂચના

જામનગર મહાનગરપાલિકા દ્વારા 15માં નાણાપંચની ગ્રાન્ટ હેઠળ વિવિધ વિકાસ કાર્યોય હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત વોર્ડ નંબર 6માં આવેલી યોગેશ્વરધામ સોસાયટીમાં વોટર વર્કસ વિભાગ દ્વારા પાણની નવી પાઈપલાઈન ફીટીંગનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરીનું વોટર વર્કસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 6 યોગેશ્વર ધામ સોસાયટીમાં શેરી નંબર 1 થી 16 સુધી પાણી વિતરણ પાઈપલાઈનની કામગીરી કાર્યરત છે. આ કામગીરી સુવ્યવસ્થિત રીતે પરિપૂર્ણ થાય અને પાઈપલાઈનનું પ્રોપર લેવલ તથા પૂરતી ઊંડાઈ જળવાઈ રહે તે માટે વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઈજનેર પી.સી. બોખાણી દ્વારા આ કામગીરીની સાઈટ વિઝિટ કરવામાં આવી હતી. આ વિઝિટ દરમિયાન ડેપ્યુટી ઈજનેર નરેશભાઈ પટેલને પાઈપલાઈનના ફીટીંગ અંગે સૂચના આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...