મુલાકાત:સોનલનગર રસીકરણ કેન્દ્રમાં પશુની યોગ્ય સારવારની તાકીદ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપાના મેયરે આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી
  • ​​​​​​​સાફ સફાઇની સાથે પાણી અને ઘાસચારાની​​​​​​​ વ્યવસ્થાની સૂચના

જામનગર મહાનગરપાલિકાના મેયરે શહેરના સોનલ નગરમાં મનપા સંચાલિત લમ્પીગ્રસ્ત ગાયના આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેણીએ પશુની યોગ્ય સારવાર કરવા તાકીદ કરી હતી. તદઉપરાંત સાફ સફાઇની સાથે પાણી અને ઘાસચારાની વ્યવસ્થાની સૂચના આપી હતી.

મનપાના મેયર બીનાબેન કોઠારીએ સોનલનગરમાં મનપા દ્વારા ચાલતા સારવાર કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેણીએ સેન્ટરમાં પશુઓની યોગ્ય સારવાર થાય તેમજ સાફ સફાઈ જાળવવા, પશુઓ માટે ઘાસચારા, પાણીની યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવા સૂચના આપી હતી. તદઉપરાંત ઢોર ડબ્બાની કામગીરીની માહિતી મેળવી કર્મચારીઓને જરૂરી સુચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...