પાણીનો જથ્થો:શહેરીજનોને 1 વર્ષ માટે પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેશે

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરને પાણી પુરૂં પાડતા સસોઈડેમમાં 64 ટકા પાણીનો જથ્થો
  • પમ્પહાઉસ ફીલ્ટર પ્લાન્ટનું કામ સમયસર પૂરૂં કરવા તાકીદ

જામનગર શહેરને પાણી પુરૂં પાડતા સસોઇડેમમાં 64 ટકા પાણીનો જથ્થો હોય શહેરીજનોને એક વર્ષ માટે પૂરતા પ્રમાણમાં પીવાનું શુધ્ધ પાણી મળી રહેશે. પમ્પહાઉસ ફીલ્ટર પ્લાન્ટનું કામ સમયસર પુરૂં કરવા કમિશ્નરે તાકીદ કરી છે.

જામનગર મનપાના કમિશ્નર વિજયકુમાર ખરાડીએ વોટર વર્કસ વિભાગના અધિકારીઓની સાથે સસોઈ ડેમ અને પમ્પ હાઉસના ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન વોટર વર્કસ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ સસોઈ ડેમમાં 64 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

સસોઈ ડેમમાંથી દૈનિક 25 એમએલડી પાણી શહેરીજનોને પૂરૂં પાડવામાં આવે છે. સસોઈ ડેમમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આથી આગામી એક વર્ષ માટે શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પીવા લાયક શુદ્ધ પાણી મળી રહેશે.

મહાનગરપાલિકામાં 14માં નાણાં પંચની ગ્રાન્ટ હેઠળ લાલપુર રોડ પંપ હાઉસ ફિલ્ટર ખાતે ચાલતા 162 લાખ લીટર અન્ડર ગ્રાઉન્ડ સંપની કામગીરી સમય મર્યાદામા તથા ટેન્ડર સ્પેસિફિકેશન મુજબ કરવાની સુચના વોટર વર્કસ વિભાગને આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...