જુદી જુદી સેવા એક જ સ્થળ પર:જામનગર ટાઉનહોલમાં શહેરી કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, અનેક અરજદારોએ લાભ લીધો

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નંબર 15 અને 16ના નાગરિકો માટે કાર્યક્રમનું આયોજન કરાયું

જામનગર મહાનગરપાલિકા દ્વારા આઠમા તબક્કાનો વોર્ડ નંબર 15 અને 16 નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જામનગરમાં વસવાટ કરતા લાભાર્થીઓને વિવિધ પ્રકારની જુદી-જુદી સેવાઓ એક જ સ્થળ પર મળી રહે તેવા આશયથી શહેરની મધ્યમાં આવેલા એમ.પી.શાહ મ્યુનિ સિપલ ટાઉનહોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

આ સેવા સેતુ કાર્યક્રમ માં જામનગર મહાનગરપાલિકા અને મામલતદાર કચેરીની જુદી - જુદી સેવાઓ જેમકે, નવા આધાર કાર્ડ તથા આધારકાર્ડમાં સુધારો, આવકનો દાખલો, જાતિનો દાખલો, કુવરબાઈનુ મામેરુ ,દિવ્યાંગ બસ પાસ ,મરણોત્તર સહાય, ઈ- શ્રમ રજીસ્ટ્રેશન, જન્મ નોંધણી, સોપ રજીસ્ટ્રેશન, કારખાના લાયસન્સ, મોબાઇલ બેન્કિંગ, જન ધન યોજનાનું એકાઉન્ટ ખોલાવવું, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, ડિજિટલ ટ્રાન્જેક્શન લિટ્રેસી, વિધવા સહાય, રાશન કાર્ડ માં સુધારા, પી.એમ. સ્વનિધિ, હેલ્થચેકઅપ, covid રસીકરણ કેન્દ્ર, પીજીવીસીએલ ને લગતી સેવાઓ, ટેક્સ વિભાગને લગતી અરજીઓ સહિતના વિભાગોએ શહેરીજનોને સેવાઓ પૂરી પાડી હતી, આ કાર્યક્રમનો અંદાજિત 1600 થી 1800 લાભાર્થીઓ એ લાભ લીધો હતો અને ટેક્સ વિભાગને લગતી 188 અરજીઓ મળી હતી.

આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપનભાઇ પરમાર, સ્ટે.ચેરમેન મનીષભાઈ કટારીયા ,શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા , દંડક કેતનભાઈ ગોસરાણી , કમિશનર વિજય ખરાડી , નાયબ કમિશનર ભાવેશભાઈ જાની એ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ વોર્ડ નં 15 અને 16 ના કોર્પોરેટર હર્ષાબા પી. જાડેજા, શોભનાબેન આર. પઠાણ, જયંતીભાઈ ગોહિલ, પાર્થભાઈ કોટડીયા, ગીતાબા એમ. જાડેજા, ભારતીબેન એ. ભંડેરી, વિનોદભાઈ ખીમસુરીયાએ ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...