અફરાતફરી:જામનગરના દરબારગઢ પાસે અસ્થિર મગજના યુવકે એસટી બસ પર પથ્થરમારો કર્યો, ડ્રાઈવર અને મુસાફરો બસમાંથી નીચે ઉતરી ગયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અસ્થિર મગજનો યુવક થોડીવારમાં ઘટનાસ્થળેથી ચાલ્યો ગયો
  • આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નહીં

જામનગર શહેરના દરબારગઢ સર્કલ પાસે આજે એક અસ્થિર મગજના વ્યકિતએ પથ્થરમારો શરૂ કરતા લોકોમાં નાસભાગ મચી હતી.

અહીંથી પસાર થઈ રહેલી એસટી બસ પર પથ્થરમારો કરતા અફરાતફરી મચી હતી, જો કે, થોડીવારમાં યુવક ઘટનાસ્થળેથી ચાલ્યો જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

દરબારગઢ સર્કલમાંથી આજે સાંજના સમયે એક એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે અહીં ઉભેલા એક અસ્થિર મગજના યુવકે બસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે બસના ડ્રાઈવર કંડકટર અને મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. જો કે, તમામ સમય સૂચકતા વાપરી બસમાંથી નીચે ઉતરી ગયા હતા.

રસ્તા પર અન્ય લોકો દ્વારા અસ્થિર મગજના યુવકને સમજાવવાનો પ્રયાસ કરતા તે ઘટનાસ્થળ પરથી ચાલ્યો ગયો હતો. આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...