ફાગણમાં અષાઢી માહોલ:જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ અને કરા પડ્યા, ખેડૂતોની ચિંતા વધી

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક

હવામાન વિભાગની આગાહી મુજબ લાલપુર તાલુકાના ભણગોર ગામે અને લાલપુરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. અને કાળા ડીબાંગ વાદળો વચ્ચે પવન સાથે વરસાદી છાંટાઓ પડ્યા હતા.વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતો મુશ્કેલીમાં પડ્યા હતા.

જામનગર ના લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા ત્યારે નદી જેમ શેરી અને ખેતરમાં પણ પાણી વહેતા થયા હતા. હાલ ભર ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે તડકામાં પર ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો જામનગર જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવતા ફાગણ મહિનામાં અષાઢ જેવો અનુભવ થઈ રહ્યો છે ત્યારે લાલપુર તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર સહિત આજુબાજુમાં ગાજવીસ સાથે કડાકા ભેર વરસાદ વરસ્યો અને સાથે કરા પણ પડ્યા છેય

હવામાન ખાતાની આગાહીને લઈને રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે ત્યારે જામનગર જિલ્લામાં કમ મોસમી વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આજે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો અને ખેતર સોશરવા પાણી નીકળ્યા સાથે કરા પણ પડ્યા હતા.

તંત્ર દ્વારા ખેડૂતને સુચના આપવામાં આવી
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.23-3-2023સુધી જામનગર જિલ્લામાં પવન સાથે સામાન્ય વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે નીચે મુજબના તકેદારીના પગલા લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.

પાકને કમોસમી વરસાદથી થતા નુકશાનથી બચાવવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તે પાકને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકે તેવા પગલા ભરવા, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી સાવચેતીના આગોતરા પગલા લેવા મદદનીશ ખેતી નિયામક દ્વારા માં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...