તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદનપત્ર:જીજી હોસ્પિટલમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને પગાર ના મળતા રજૂઆત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 દિવસમાં સમસ્યાનો ઉકેલ ના આવે તો 17 તારીખથી ધરણા પર બેસવાની ચીમકી

જામનગર જીજી હોસ્પિટલમાં કોરોના કાળ દરમિયાન કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતા લોકોને એક મહિનાના પગારની ચૂકવણી ના કરાતા આજે કલેકટર કચેરી પર આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી.

રજૂઆતકર્તાઓએ કહ્યું હતું કે, કોરોના કાળમાં કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે અમોને હાલના બે મહિનાનો અને એક મહિનાનો પગાર આપવામાં આવેલ નથી અને કોઈ પણ કારણ વિના અમોને જાણ કર્યા વગર તાત્કાલિક ધોરણે છૂટા કરી દેવામાં આવ્યા છે અને ત્યાંના સુપરવાઇઝરો દ્વારા કર્મચારીઓનું શોષણ તો કરવામાં આવે જ છે સાથોસાથ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવતી બહેનોના સાથે સુપરવાઇઝરો દ્વારા ગેરવર્તન કરવામાં આવે છે.

એટેન્ડન્ટે પોતાનો બાકી પગાર 48 કલાકની અંદર ચૂકવી આપવા માગ કરી છે. જો પગારની ચૂકવણી ના થાય તો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. પગારની ચૂકવણી કરવામા વિલંબ કરનારા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની પણ માગ કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...