તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભારે વરસાદનાં ભયાવહ દૃશ્યો:જામનગર જિલ્લો જળબંબાકાર, જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી...

જામનગર3 દિવસ પહેલા
  • કાલાવડમાં 7 ઇંચ, જામનગરમાં 3.25 ઇંચ
  • જામજોધપુરમાં 2.25 ઇંચ જોડીયામાં 2 ઇંચ વરસાદ
  • ધોધમાર વરસાદને કારણે જામનગર-કાલાવડ હાઇવે બંધ

જામનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાથી કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે તેમજ જામનગર તાલુકાના તમામ ડેમ ઓવરફલો થઇ ચૂક્યા છે. જામનગર જિલ્લામાં મેઘો મહેરબાન થયો છે, ત્યારે કાલાવડમાં 24 કલાકમાં ધોધમાર 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે તેમજ જામનગરમાં 3.25 ઇંચ, જામજોધપુરમાં 2.25 અને જોડિયામાં 2 ઈંચ વરસાદથી ચારેતરફ પાણી પાણી જોવા મળ્યું હતું. જામનગર-કાલાવડ હાઇવે પણ અતિભારે વરસાદને કારણે બંધ થયો છે. વોકરા અને નદી-નાળામાંથી પાણી બહાર નીકળી હાઇવે પર ફરી વળ્યા છે, જેને કારણે વિજરખી પાસે કોઝવે પર પાણી ફરી વળતાં જામનગર કાલાવડ હાઈવે બંધ થયો છે. જામનગર શહેરનો જીવાદોરી સમાન રણજિતસાગર ડેમ એક જ દિવસમાં ઓવરફ્લો થયો હતો. જેથી જામનગર શહેરને પીવાના પાણીનું જળસંકટ ટળ્યું હોવાથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

ગ્રામ્ય વિસ્તાર બેટમાં ફેરવાયો.
ગ્રામ્ય વિસ્તાર બેટમાં ફેરવાયો.
ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ધાબા પર ચઢ્યા.
ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો ધાબા પર ચઢ્યા.
ગામમાં ગાંડીતૂર નદી વહેતી હોય એવાં દૃશ્યો.
ગામમાં ગાંડીતૂર નદી વહેતી હોય એવાં દૃશ્યો.
જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.
જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.
ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ.
ગામમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ.
ભારે વરસાદને કારણે ભયાવહ દૃશ્યો સર્જાયાં.
ભારે વરસાદને કારણે ભયાવહ દૃશ્યો સર્જાયાં.
પૂર જેવી સ્થિતિના પગલે ઘરો પાણીમાં ગરકાવ
પૂર જેવી સ્થિતિના પગલે ઘરો પાણીમાં ગરકાવ
નદીઓ ગાંડીતૂર બની
નદીઓ ગાંડીતૂર બની
નદી નાળા છલકાયા, ગામોમાં પૂર જેવી સ્થિતિ
નદી નાળા છલકાયા, ગામોમાં પૂર જેવી સ્થિતિ
ગામો બેટમાં ફેરવાયા
ગામો બેટમાં ફેરવાયા
વોરાના હજીરા પાસે નદી વહેતી હોય તેવા દ્રશ્યો
વોરાના હજીરા પાસે નદી વહેતી હોય તેવા દ્રશ્યો
અન્ય સમાચારો પણ છે...