તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગરના ‘ઋષિ’ની અનોખી સિદ્ધિ:કોરોના કાળામાં સ્કૂલ બંધ થતાં 8 વર્ષના બાળકે શ્રીમદ્દ ભગવદ્ ગીતાજીના 700 શ્લોક કંઠસ્થ કર્યા

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
માતા સાથે ઋષિની તસવીર - Divya Bhaskar
માતા સાથે ઋષિની તસવીર

કોરોનાકાળ મહામારીમાં શાળાઓ બંધ થઇ જતાં બાળકો મોબાઇલ અને ટીવીની દુનિયામાં વ્યસ્ત થઇ ગયા હતાં ત્યારે જામનગરની કેન્દ્રીય વિદ્યાલય નં. 2માં ધો. 4માં અભ્યાસ કરતો 8 વર્ષનો બાળક ઋષિ રેનિશભાઈ પરસાણીયા જે પંડિતોને પણ અચંબિત કરે તેમ શ્રીમદ ભગવદ્ ગીતાનાં 700 શ્લોક શુદ્ધ ઉચ્ચાર સાથે બોલે છે. ઋષિ તેના માતા રીનાબેનના માર્ગદર્શનથી રોજના 8 થી 10 શ્લોક દિવસમાં 10-10 વખત વાગોળીને ટૂંકા સમયગાળામાં સંપૂર્ણ ગીતાજી કંઠસ્થ કરી શક્યો અને બીજા સંસ્કૃતના શ્લોકો અને સ્તોત્રો પણ કંઠસ્થ કર્યા છે અને તેને યાદ રાખવા દરરોજ સાતત્ય પૂર્વક પારાયણ કરવાનો અવિરત પ્રવાહ ચાલુ રાખ્યો છે.

સમાજને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું
જામનગરમાં ગ્રીનસીટીમાં રહેતા રેનિશભાઈ વિઠલભાઈ પરસાણીયા અને રીનાબેન રેનિશભાઈ પરસાણીયાનાં 8 વર્ષનો પુત્ર ઋષિએ લોકડાઉનનાં ટૂંકા સમયગાળા દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતાનાં 700 શ્લોક કંઠસ્થ કરી સમાજને એક ઉદાહરણ પૂરું પાડયું છે. ઋષિનાં દાદા વિઠલભાઈ પરસાણીયા પણ આ કૃતિ બાબતે સતત પ્રોત્સાહિત કરતાં હતાં. ઋષિના માતા-પિતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેના સ્વાધ્યાય કાર્ય સાથે જોડાયેલા છે.

યાદ શક્તિમાં વધારો થયોઃ ઋષિ
સ્વાધ્યાય કાર્યના અનેક પ્રયોગોમાનો એક પ્રયોગ એટલે બાળ સંસ્કાર કેન્દ્ર. આ કેન્દ્રમાં નિયમિત જનાર આ બાળકે પાંડુરંગ શાસ્ત્રીજી (દાદાજી)ના 100માં વર્ષે શ્રીમદ ભગવદ્ ગીતાનાં 700 શ્લોક કંઠસ્થ કરીને દાદાજી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. ઋષિના જણાવ્યા મુજબ આ શ્લોકો શીખવામાં ખૂબજ મજા આવી છે અને આના લીધે મને ભણવાનું પણ સરળ લાગે છે અને મારી યાદશક્તિ પણ ધણી વધી છે.