જામનગર-ખંભાળિયા ઘોરીમાર્ગ પર વસઇ નજીક પુરપાટ દોડતી કારે બાઇકને ઠોકરે ચડાવતા સર્જાયેલા અકસ્માતમાં દંપતિ ખંડિત થયુ છે.જેમાં ગંભીર રીતે ઘવાયેલા મહિલાનુ સારવારમાં મૃત્યુ નિપજયુ હતુ.જયારે તેના પતિને સામાન્ય ઇજા ઉપરાંત પુત્ર પણ ઘવાયો હતો.પોલીસે દોઢેક માસ પુર્વેના બનાવમાં અકસ્માતનો ગુનો નોંધી અજ્ઞાત વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર નજીક ખંભાળિયા ઘોરીમાર્ગ પર બેડ ગામે રેહતા અને શિક્ષક તરીકે નોકરી કરતા ઈશ્વરભાઈ પરસોત્તમભાઈ કટેશિયા ગત તા.9મી જુનના બપોરે પોતાના પત્ની પ્રફુલ્લાબેન તથા પુત્ર જય સાથે બેડથી જામનગર તરફ આવવા માટે બાઇક પર નીકળ્યા હતા.
જે બાઇક વસઈ ગામની ગોળાઈ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે અચાનક ખંભાળિયા તરફથી આવતી એક અજાણી કારે બાઈકને ઠોકરે ચડાવી નાશી છુટી હતી.જે અકસ્માતમાં ઈશ્વરભાઈ અને અન્ય બંને રોડ પર પટકાઇ પડયા હતા.જેઓને નાની મોટી ઇજાઓ થતા તુરંત સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા.
જે બાદ ઘવાયેલા પ્રફુલ્લાબેન માથામાં ઈજા થતા વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયાંસારવાર દરમિયાન તા.11ના દિને પ્રફુલ્લાબેનનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતના આ બનાવ અંગે ઇશ્વરભાઇની ફરીયાદ પરથી પોલીસે અજાણી કારના ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.