હુમલો:જામનગરના કાલાવડ નાકા પાસે અજાણ્યા શખ્સોએ દંપતી પર હુમલો કર્યો, પોલીસ તપાસ શરૂ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુમલામાં ઘાયલ થયેલા દંપતી અને બાળકને સારવાર માટે ખસેડાયા

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી અમનચમન સોસાયટી નજીક પસાર થતા પરિવાર ઉપર પાંચથી છ જેટલો અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરતા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતા પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત દંપતીના નિવેદનના આધારે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી અમન ચમન સોસાયટી નજીક આદર્શ પૂલ પાસેથી પસાર થતા દંપતી અને બે વર્ષના બાળકને રાત્રિના સમયે પાંચથી છ જેટલા અજાણ્યા શખ્સોએ આંતરીને આડેધડ તીક્ષણ હથિયારોના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો.એકાએક થયેલા હુમલાથી દંપતી અવાચક થઇ ગયું હતું અને હુમલામાં પતિ-પત્ની અને બાળકને ઇજાઓ પહોંચી હતી.

હુમલાની ઘટનાને અંજામ આપી હુમલાખોરો રાત્રિના અંધારામાં પલાયન થઇ ગયા હતાં. ત્યારબાદ દંપતી અને બાળકને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જયાં બનાવની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો. દંપતી અને બાળક ઉપર હુમલો કરનાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવા તેમજ શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...