તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સળગતી સમસ્યા:જામનગરમાં બેરોજગારીમાં અધધ..62.31 ટકાનો વધારો, 10176 યુવાન, 3828 યુવતીઓ બેરોજગાર

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મર્યાદિત ઉદ્યોગ વચ્ચે કોરોનાના કારણે નોકરી તક ઘટતા યુવક-યુવતીઓને રોજગારી મેળવવામાં પગે પાણી
  • જામનગર શહેર અને જિલ્લામાં નોકરી મેળવવા યુવક-યુવતીઓને ભારે રઝળપાટ

જામનગર શહેર-જિલ્લામાં મર્યાદિત મહાકાય ઉધોગ અને કંપની વચ્ચે કોરોનાના કારણે તમામ વેપાર-ધંધા, બ્રાસ ઉદ્યોગ, સર્વિસ ક્ષેત્રને માઠી અસર થતા નોકરી તક ઘટતા ગત વર્ષ કરતા ચાલુ વર્ષે બેરોજગારીમાં સરકારી ચોપડે 62.31 ટકાનો વધારો નોંધાયો છે. કારણ કે,જામનગરની જિલ્લા રોજગાર કચેરીમાં વર્ષ 2020-21માં 8073 બેરોજગાર નોંધાયા હતાં. જેમાંથી માત્ર 5606 યુવક-યુવતિને રોજગારી મળી હતી. એટલે કે વર્ષ 2021-22માં તા. 6 જુલાઈ સ્થિતિએ 14004 યુવાન- યુવતી બેરોજગાર હોવાનું નોંધાયું છે.

જામનગર શહેર-જિલ્લામાં છેલ્લાં ઘણાં વર્ષોથી મહાકાય ઉધોગ અને કંપની સંખ્યા મર્યાદિત રહી છે. આ સ્થિતિમાં કોરોનાના કારણે નવી નોકરી તો દૂરની વાત પરંતુ છટણી કરવામાં આવતા યુવક-યુવતિઓને રોજગારી મળવી મુશ્કેલ બની છે.

જેના કારણે બેરોજગારની સંખ્યામાં વધારો થયો છે. જામનગર જિલ્લા રોજગાર કચેરીમાં નોંધાયેલા આંકડા અનુસાર વર્ષ 2020-21માં 5808 યુવક અને 2265 યુવતિએ બેરોજગાર કાર્ડ કઢાવ્યા હતાં. જેમાંથી વર્ષ 2020-21માં 4283 યુવાન અને 1323 યુવતીને રોજગારી મળી હતી. ચાલુ વર્ષે 2021-22માં તા. 6 જુલાઈ સ્થિતિએ 10176 યુવાન અને 3828 યુવતી સહિત કુલ 14004 બેરોજગાર હોવાનું નોંધાયું છે. આ કારણોસર જામનગર શહેર-જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બેરોજગારીનું પ્રમાણ 62.31 ટકા વધ્યું હોવાનું નોંધાયું છે. આ સ્થિતિમાં અનેક પ્રયત્ન કરવા છતાં યુવક-યુવતીઓને રોજગારી મળતી નથી.

બેરોજગાર કાર્ડની 5 વર્ષની ફેક્ટ ફાઇલ

વર્ષયુવાનયુવતીકુલ
2016-1710580369714277
2017-187999330811307
2018-197969309811067
2019-209921364113562
2020-21580822658073

5 વર્ષની રોજગારીની હાઇલાઇટસ

વર્ષયુવાનયુવતીકુલ
2016-177930283610766
2017-18569924548153
2018-19580820997907
2019-20691118848795
2020-21428313235606

​​​​​​​5 વર્ષમાં સૌથી વધુ સેલ્સ અને રિટેલ ક્ષેત્રમાં 21716 યુવક-યુવતીઓને રોજગાર

જામનગર શહેર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ સેલ્સ અને રિટેલ ક્ષેત્રમાં 21716 રોજગારી મળી છે. જ્યારે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં 14429, સિક્યોરિટી સર્વિસમાં 256, ડોમેસ્ટિક ક્ષેત્રમાં 1650 તેમજ અન્ય ક્ષેત્રમાં 3177 મળી કુલ 41228 યુવાન-યુવતિઓને રોજગારી મળી હોવાનું જામનગર જિલ્લા રોજગાર કચેરીના ચોપડે નોંધાયું છે.

માસ પ્રમોશનના કારણે રોજગાર કાર્ડનું પ્રમાણ વધશે
​​​​​​​જામનગર જિલ્લા મદદનીશ રોજગાર અધિકારી સરોજબેન સંઢપાએ જણાવ્યું કે, સામાન્ય રીતે ધો.10 અને 12ના પરિણામ બાદ બેરોજગાર કાર્ડ રજીસ્ટ્રેશનનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. ચાલુ વર્ષે તમામ વિધાર્થીઓને માસ પ્રમોશન અપાવમાં આવ્યું છે. જેથી બેરોજગાર કાર્ડ કઢાવવાનું પ્રમાણ વધ્યું છે. આ પ્રકિયા વર્ષ દરમિયાન ચાલુ રહેવાથી રજીસ્ટ્રેશનનું પ્રમાણ વધવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...