તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરીજનો ત્રાહીમામ:ખંભાળિયામાં 42 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના તૈયાર, હજુ સુધી ગટરો ચાલુ થઇ નથી, વર્ષો જુની ગટરોમાંથી ઉભરાતા દુર્ગંધયુક્ત પાણીથી શહેરીજનો ત્રાહીમામ

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયામાં વર્ષો જુની ભૂર્ગભ ગટરોની લાઇનથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.ત્યારે ખંભાળિયામાં 42 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના પણ તૈયાર છે છતા પણ જે હજુ સુધી પાણી પુરવઠા પાસે હોવાથી પાલિકાએ સંભાળી નથી.પરિણામે આ ભૂર્ગભ ગટર યોજના હાલ કાર્યરત ન થતા જુની ગટરો જ ચાલુ રાખવામાં આવી છે. ખંભાળિયામાં 42 કરોડના ખર્ચે ભૂર્ગભ ગટર યોજના તૈયાર હોવા છતા જવાબદારીના વાંકે આ યોજના હાલ શહેરમાં અમલીકરણ બની નથી.

પરિણામે વર્ષો જુની ભૂર્ગભ ગટર લાઇનના લીધે શહેરીજનો ભૂર્ગભ ગટરોના દુર્ગંધથી તોબા પોકારી ઉઠ્યા છે.તાજેતરમાં જામજોધપુર લાલપુર તાલુકાના કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરીયા દ્વારા લાલપુરમાં ભૂર્ગભ ગટરમાં થયેલા નળબા કામો અંગે હાઇકોર્ટની ફરિયાદની ચિમકી આપતા નબળા કામોમાં સંડોવાયેલા 38 જેટલા અધિકારીઓનને નોટીસ આપવામાં આવી હતી.ખંભાળિયામાં 42 કરોડની ભૂર્ગભ ગટર યોજના તૈયાર હોવા છતા શાં માટે પાલિકા જવાબદારી સંભાળી ગટરો ચાલુ કરતી તે સવાલ લોકોમાં ઉઠયો છે.

એકાદ મહિના બાદ પાલિકા આ યોજના સંભાળશે
ખંભાળિયા શહેરમાં નવી તૈયાર થયેલ ભૂર્ગભ ગટર યોજનાનું ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ હાલ અમારા હસ્તક છે.જે એકાદ મહિના બાદ પુર્ણ થશે એટલે પાલિકાને હેન્ડીંગ ઓવર કરવામાં આવશે.- પી.એન.નાગર, પાણી પુરવઠા બોર્ડ,દેવભૂમિ દ્વારકા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો