વાત ગામ ગામની:ખીમરાણામાં 35 લાખના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રા. આ. કેન્દ્ર બનાવાયું

જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી રૂ. 30 લાખથી વધુના ખર્ચે ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવ્યું છે તેમ ગામના અગ્રણી વિજયાબેન વિઠ્ઠલભાઈ માંડવીયાએ જણાવ્યું હતું. વધુમાં તેણીએ કહ્યું હતું કે ગામના લોકોને મુશ્કેલી ન પડે તે માટે રૂ. 20 થી 25 લાખના ખર્ચે સીસી રોડ તેમજ પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું છે.

ઉપરાંત વાડી વિસ્તારમાં બે થી ત્રણ કિલોમીટર સુધી પાણીની પાઇપલાઇનનું કામ પણ રૂ. 25 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. ગામના લોકોને સારવાર માટે જામનગર કે અન્ય ગામ જવું ન પડે તે માટે ગામમાં રૂપિયા 16 લાખના ખર્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સબ સેન્ટર બનાવવામાં આવ્યું છે. ઉપરાંત ગામમાં આધાર કાર્ડ અને આરોગ્યને લગતા કેમ્પ પણ અવારનવાર કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...