તપાસનો ધમધમાટ:લોભામણી સ્કીમના ઓઠા તળે રૂા. 2.37 કરોડની ઠગાઇ કેસમાં સુત્રધાર ઝડપાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • વધુ વળતરની ખાતરી આપી વિશ્વાસઘાત-છેતરપીંડીનો ગુનો નોંધાયો’તો
  • જામજોધપુર પોલીસે આરોપીને દબોચી લીધો, રીમાન્ડ માટે તજવિજ, વધુ બેની શોધખોળ

જામજોધપુરના એક આસામી સહિતના રોકાણકારોને આકર્ષક વળતરની ખાતરી આપી સ્ટેમ્પ પેપર પર લખાણ સાથે ચેકો આપી વિશ્વાસ કેળવ્યા બાદ રકમ કે વળતર નહી ચુકવી રૂ.2.37 કરોડની છેતરપીંડી આચર્યાના પ્રકરણમાં પોલીસે ત્રણ સામે ગુનો નોંધ્યો હતો જેમાં જામજોધપુર પોલીસે સુત્રધાર મનાતા જામનગરના વેપારીને દબોચી લીઘો છે જેના રીમાન્ડ માટે તજવિજ હાથ ધરી છે.જયારે વધુ બે આરોપીની શોધખોળ સાથે તપાસ આગળ ધપાવી છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જામનગરમાં લીમડા લાઇનમાં રહેતા ભાવેશ પ્રવિણચંદ્ર મહેતાએ પોતાની એચ.યુ.એફ. પેઢી તથા તન્જીલા ટ્રેડીંગ ઉભી કરી હતી જેમાં પોતાના બે સહયોગી નિવૃત શિક્ષક નિઝાર સદરૂદીન આડતીયા(રે.મહિલા કોલેજ પાછળ,ઇન્દ્રદિપ સોસાયટી) અને નિવૃત શિક્ષક દોલત દેવાનદાસ આહુજા (રે. વાલકેશ્વરી સોસાયટી)ની મદદથી માર્કેટનુ સારૂ જ્ઞાન હોય તેવુ જણાવી રોકાણકારોને સારૂ વળતર મળશે.જેમાં દર મહિને ત્રણથી સાડા ચાર ટકા જેટલુ ચોકકસ વળતર આપવાની ખાતરી અને વિશ્વાસ આપી રોકાણ માટે લાલચ આપી હતી.

જેમાં જામજોધપુરના શિક્ષક અને તેના પરીચતોએ સમયાંતરે રૂ.2.37 કરોડનુ રોકાણ કર્યુ હતુ જે રકમ કે વળતર ન આપી પૈસા ઓળગી જઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી આચર્યાનો બનાવ બહાર આવ્યો હતો. જે બનાવ અંગે જામજોધપુરના આસામી શિક્ષક હિમાશુભાઇ ચંદુલાલ મહેતાએ સ્થાનિક પોલીસ મથકમાં પોતાની તથા અન્ય રોકાણકારો સાથે ઠગાઇના બનાવ અંગે ભાવેશ મહેતા,નિઝાર આડતીયા અને દોલત આહુજા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હાહિત કાવતરૂ રચી વિશ્વાસઘાત અને છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો હાથ ધરી છે.

જે ચકચારી ઠગાઇ પ્રકરણની જામજોધપુર પોલીસે તપાસ હાથ ધરતા સુત્રધાર મનાતા ભાવેશ પ્રવિણચંદ્ર મહેતાને દબોચી લીઘો છે.જેના રીમાન્ડ માટે તજવિજ હાથ ધરાઇ છે.પોલીસે સમગ્ર પ્રકરણમાં અન્ય કોઇ સંડોવાયુ છે કે કેમ? તેમજ અન્ય આરોપીના સગડ મેળવવા માટે પુછતાછ સાથે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...