ક્રિકેટ ટૂર્નામેન્ટ શરૂ:જામનગરના અજીતસિંહ ક્રિકેટ પવેલીયન ગ્રાઉન્ડ ખાતે આજથી અન્ડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ, ત્રણ ટીમો વચ્ચે સીધી ટક્કર થશે

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ મેચ જામનગર અને પોરબંદરની રૂરલ ટીમ વચ્ચે રમાશે

જામનગરના અજીતસિંહ ક્રિકેટ પવેલીયન ગ્રાઉન્ડ ખાતે આજથી બીસીસીઆઈ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત આંતર જિલ્લા અન્ડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ટૂર્નામેન્ટ ત્રણ દિવસ ચાલશે
આ અન્ડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કુલ ત્રણ ટીમો ભાગ લઈ રહી છે. તેમાં પ્રથમ મેચ જામનગર અને પોરબંદર રૂલર વચ્ચે રમાઈ હતી. જામનગર અન્ડર 19ની ટીમના કેપ્ટને ટોસ જીતી અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ ટૂર્નામેન્ટ ત્રણ દિવસ ચાલશે.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં ટૂર્નામેન્ટનો પ્રારંભ
જામનગરના અજીતસિંહ ક્રિકેટ પવેલિયનમાં આજથી અન્ડર 19 ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે. આ ટૂર્નામેન્ટના ઓપનિંગ મેચમાં જામનગરના આગેવાનો અને ક્રિકેટ બંગલાના કોચ તેમજ ડિસ્ટ્રિક્ટ પ્રમુખ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. જામનગરના ઐતિહાસિક અજીતસિંહ ક્રિકેટ પીવેલિયન ગ્રાઉન્ડમાં ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જામનગરમાંથી અનેક ક્રિકેટરો દેશ માટે રમ્યા છે. જેમાં જામ રણજીતસિંહજી, વિનુ માકડ, અજય જાડેજા તેમજ હાલ ભારતીય ટીમમાં ઓલ રાઉન્ડર તરીકે રમી રહેલા રવિન્દ્ર જાડેજા સહિતના ક્રિકેટરોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...