તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદ:જામનગરમાં અસહ્ય ઉકળાટ, નવાગામ-નિકાવામાં 1 ઇંચ

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાલાવડના ગ્રામ્ય પંથકમાં રાત્રે વરસાદ

જામનગર શહેર-જિલ્લામાં સોમવારથી વાતાવરણમાં સમયાંતરે પલટા સાથે આકાશમાં વાદળો છવાયા હતા જેમાં કાલાવડના નવાગામ અને નિકાવામાં મંગળવાર સવાર સુધીમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.શહેર સહિત જિલ્લામાં અન્યત્ર મોડી સાંજ સુધી વરસાદના કોઇ વાવડ મળ્યા નથી.

જામનગર સહિત હાલારભરમાં પ્રિ મોન્સુન એકટિવિટીના ભાગ રુપે સોમવારથી હવામાન પલટાતા અમુક સ્થળોએ બપોર બાદ વરસાદી વાતાવરણ રહયુ હતુ.જેમાં કાલાવડના નિકાવા અને નવાગામ પંથકમાં સોમવારે મોડી સાંજે શરૂ થયેલા વરસાદે એક ઇચથી વધુ વરસાદ મંગળવારે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક સુધીમાં વરસાવ્યો હોવાનુ કંટ્રોલ રૂમે જણાવ્યુ હતુ.જયારે અન્યત્ર હળવા ઝાપટા પડયા હોવાના વાવડ મળ્યા છે.

જામનગર શહેર સહિત જીલ્લામાં મંગળવારે સતત બીજા દિવસે પણ અવાર નવાર આકાશમાં વાદળોની આવન જાવન જોવા મળી હતી. જોકે,મોડી સાંજ સુધી કયાંય વરસાદના કોઇ અહેવાલ મળ્યા નથી. હાલાર પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સમયાંતરે હવામાનના પલટા સાથે આકાશમાં અવાર-નવાર વાદળો ધેરાયેલા જોવા મળે છે, બીજી બાજુ દરિયા કાંઠે પ્રિમોન્સૂન એકટિવીટી પણ શરૂ થઇ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...