તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇંતજાર:કોરાધાકોર જામનગરમાં અસહ્ય ઉકળાટ અને બફારાે, પરડવામાં અડધો ઇંચ વરસાદ

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જામજોધપુરના ગ્રામ્ય પંથકમાં હળવાે વરસાદ, જોકે, અડધુ હાલાર હજુ કોરૂક્ટ

જામનગર સહિત હાલારભરમાં છેલ્લા ચારેક દિવસથી આકાશમાં અવાર નવાર મેઘાડંબર વચ્ચે હળવા વાદળો જોવા મળે છે.જેમાં જામજોધપુરના પરડવા પંથકમાં સોમવારે વરસેલા હળવા વરસાદે અડધો ઇંચ પાણી વરસાવી દિધુ હતુ.જામનગરમાં અસહ્ય ઉકળાટ અને બફારાનો અહેસાસ જનજીવને કર્યો હતો.

જામનગરમાં સોમવારે સવારથી ફરી હવામાનમાં પલટો આવતા સમયાંતરે આકાશમાં છવાયેલા વાદળોએ વરસાદી માહોલ સર્જયો હતો.જોકે,જામજોધપુરના પરડવા સિવાય કયાંય વરસાદના કોઇ વાવડ મળ્યા નથી.પરડવામાં સોમવારે વરસેલા હળવા વરસાદે મંગળવારે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક સુધીમાં બાર મી.મી. પાણી વરસાવી દિધુ હોવાનુ કંટ્રોલ રૂમે જણાવ્યુ હતુ.

બીજી તરફ જામનગરમાં સતત બીજા દિવસેય મહતમ તાપમાન આંશિક ઘટાડા સાથે 35 ડીગ્રી પર સ્થિર થયુ હતુ.જયારે ભેજનુ પ્રમાણ વધીને 76 ટકાએ પહોચી ગયુ હતુ જેથી બપોરે તાપ વચ્ચે શહેરીજનોએ અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો કર્યો હતો. જોકે,પવનની ઝડપ સામાન્ય ઘટાડા સાથે દશથી ત્રીસ કિ.મિ. સુધીની થતા બપોર બાદ લોકોએ બફારાથી મુકિતનો અહેસાસ કર્યો હતો.જામનગર સહિત હાલારના અમુક વિસ્તારોમાં મંગળવારે પણ અવાર નવાર આકાશમાં વાદળોની આવન જાવન જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...