તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:જામનગરના નાઘેડી નજીક ટ્રકે બોલેરોને ટક્કર મારતા બે યુવાનોના મોત, બે બાળક સહિત 4 ઘાયલ

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે તાત્કાલિક 108 દ્વારા જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

જામનગર નજીક ખંભાળિયા ધોરી માર્ગ પરના નાઘેડી નજીક આજે સવારે પાછળથી પુર ઝડપે આવેલા મિલર ટ્રકે જોરદાર ઠોકર મારતા બોલેરો સવાર દસ વ્યક્તિઓ પૈકી બે યુવાનોના ઘટના સ્થળે જ મૃત્યુ નિજપ્યા છે. જ્યારે બાળક સહિત ચાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તાત્કાલિક જામનગર ખસેડવામાં આવ્યા હતા. જામનગરનો પરિવાર અમારા ગામે વરસી પ્રસાગમાં હાજરી આપવા જતો હતો ત્યારે અકસ્માતનો ભોગ બની ગયો હોવાની વિગતો બહાર આવી છે.

આજે સવારે જામનગરથી ખંભાળિયા રોડ તરફ જઇ રહેલ એક બોલેરો વાહનને પાછળથી પુરઝડપે ધસી આવેલા મીકક્ષર ટ્રકે ધડાકાભેર ઠોકર મારી હતી. શહેરની ભાગોળે આવેલ નાઘેડી પાટીયા પાસે ઘટેલી આ ઘટનામાં બોલેરોમાં બેઠલા 8થી 10 વ્યકિતઓ ફંગોળાઇ ગયા હતાં. જેમાના બે વ્યકિતઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યાં હતાં. નાઘેડી અને લાખાબાવળ ગામના વચ્ચેના રસ્તા પર આ અકસ્માતના પગલે ધોરીમાર્ગ મોતની ચીંચીયારીથી ગુંજી ઉઠયો હતો. બોલેરોમાંથી ફંગોળાઇ ગયેલા ગોકુલનગરમાં રહેતા અનિલ મોહનભાઈ મઘોડિયા (ઉંમર વર્ષ ૧૯) અને હિરેન રમણીકભાઈ મઘોડીયા (ઉ.વ.૧૬) ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નિપજયા હતા.

બન્ને હતભાગીઓ પરથી ટ્રકના તોતીંગ ટાયરો ફરી વળતા અરેરાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતાં. જ્યારે બોલેરોમાંથી ફંગોળાય ગયેલા ગોકુલનગર શિવનગર-2, શેરી નં.2માં રહેતા હેતલબેન રમણીકભાઇ દેવસીભાઇ મઘોડીયા (ઉ.વ.20), જામનગર નજીકના બેડ ગામના ઉત્તમ નરોતમભાઇ ખાણધર (ઉ.વ.13), મીલન રાજેશભાઇ કણઝારીયા (ઉ.વ.13) રહે. ધુંવાવ તા.જી. જામનગર નામના ચાર વ્યકિતઓને ઇજા પહોંચતા તાત્કાલીક જામનગરની જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જામનગરથી હતભાગીઓ બોલેરોમાં બેસી આમરા ગામે વરસી પ્રસંગમાં હાજરી આપવા જતાં હતાં ત્યારે ઉપરોકત સ્થળે આશરે સાડા નવેક વાગ્યે અકસ્માતનો ભોગ બન્યા હતાં. આ બનાવ અંગે પોલીસ દ્વારા વિધીવત તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...