તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોટરકારની ઠોકરે બાઇક સવાર બે યુવાન ઘાયલ, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગનો બનાવ, અકસ્માત સર્જી કાર મુકી ચાલક ફરાર

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટરકારે ઠોકર મારતા બાઇક સવાર બે યુવાનને ઇજા પહોંચ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. સિકકા ભગવતી સોસાયટીમાં રહેતો અને નોકરી કરતો ચેતન મુકેશભાઇ મકવાણા(ઉ.વ.26) મોટરસાયકલ નં. જીજે10 ડીજી3646 માં નિતિનભાઇ સાથે ગત તા.2 ના રાત્રીના જામનગરથી સિકકા ઘેર પરત ફરી રહ્યો હતો ત્યારે ધોરીમાર્ગ પર હોટલ જય ઠાકર સામે પાછળથી આવતી મોટરકાર નં. જીજે06સીએમ 1962 ના ચાલકે મોટરસાયકલને પાછળથી ઠોકર મારી હતી. આથી ચેતન અને નીતિન બંનેને ઇજા પહોંચી હતી. બનાવ અંગે ચેતને ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત બાદ કાર છોડી નાસી છૂટેલા ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો