વિવાદ:કૂતરાને પથ્થર મારવા બાબતે બે યુવાન પર હુમલો

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 શખસો તૂટી પડયા: બંને યુવાન સારવારમાં

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં કૂતરાને પથ્થર મારવા સબબ બે યુવાન 10 જેટલા શખસોએ હુમલો કરતા ચકચાર જાગી છે. હુમલાના કારણે બંને યુવાનને ઇજા પહોંચતા સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડાયા હતાં. જી.જી. હોસ્પિટલે લોકોના ટોળાં ઉમટી પડયા હતાં.

જામનગર દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શુક્રવારે સવારે કૂતરાને પથ્થર મારવા બાબતે જયદીપ અશોકભાઈ મંગે અને ભરતભાઈ બાબભાઈ મંગે નામના યુવાન ઉપર 8 થી 10 શખસોએ જીવલેણ હુમલો કર્યો હતો. આથી બંને યુવાનને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બંને યુવાનને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠા થયા હતાં.

અન્ય સમાચારો પણ છે...