અમરનાથથી DB ગ્રાઉન્ડ રિપોર્ટ:આતંક ઓછાયા વચ્ચે સજજ્ડ સુરક્ષા સાથે હજારો ભાવિકોએ સૌ પ્રથમ બાબા બર્ફાનીના દર્શન, હર હર ભોલેના નાદ સાથે અમરનાથ યાત્રા ગુંજી

બાલતાલએક મહિનો પહેલાલેખક: હિરેન હિરપરા
  • દર 2 કિ.મી.એ હેલ્થ કેમ્પની સુવિધા
  • મોટી સંખ્યામાં ગુજરાતીઓ અમરનાથ પહોંચ્યા
  • યાત્રાળુઓની સુરક્ષા માટે ચુસ્ત સુરક્ષા-બંદોબસ્ત ગોઠવાયો

બે વર્ષના ગાળા બાદ આ વર્ષે અમરનાથ યાત્રા યોજાઈ રહી છે. ગુજરાતીઓ સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ બાલતાલ પહોંચી ચૂક્યા છે. બે વર્ષ બાદ યોજાઈ રહેલી યાત્રાના કવરેજ માટે દિવ્ય ભાસ્કર ડિજિટલના પ્રતિનિધિ હિરેન હિરપરા પણ અમરનાથ પહોંચ્યા છે. જે યાત્રાનાં તમામ અપડેટ તમારા સુધી પહોંચાડશે. યાત્રાના પ્રારંભ પૂર્વે બાલતાલ પહોંચેલા ગુજરાતી શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

બાબા બર્ફાનીની પ્રથમ તસવીર.
બાબા બર્ફાનીની પ્રથમ તસવીર.

'દિવ્ય ભાસ્કર' ડિજિટલ પહોંચ્યું અમરનાથ
કોરોના મહામારીને કારણે છેલ્લાં બે વર્ષથી અમરનાથ યાત્રા રદ કરવામાં આવી હતી. આ વર્ષે કોરોનાની સ્થિતિ કંટ્રોલમાં હોવાથી યાત્રા માટે મંજૂરી આપવામાં આવી છે. બાબા બર્ફાનીનાં દર્શન માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ બાલતાલ સુધી પહોંચી ગયા છે. ગુજરાતી યાત્રીઓ ભોળાનાથનાં દર્શન માટે ખૂબ આતુર જોવા મળ્યા હતા.

શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથનાં દર્શન કર્યા.
શ્રદ્ધાળુઓએ બાબા અમરનાથનાં દર્શન કર્યા.

વહેલી સવારથી શિવભક્તોએ યાત્રા શરૂ કરી
અમરનાથ યાત્રાએ પહોંચેલા ગુજરાતના પ્રથમ કાફલાની સાથે અમારા રિપોર્ટર પણ જોડાયા છે.બાબા બર્ફાનીના દર્શનાર્થે આવેલા શિવભક્તો બાલતાલ પહોંચી ગયા છે અને બાલતાલથી વહેલી સવારે શિવભક્તો એ હર હર ભોલે, હર હર મહાદેવના નાદથી અમરનાથયાત્રાના રૂટમાં આગળ વધ્યા છે.

ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અમરનાથ પહોંચ્યા.
ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ અમરનાથ પહોંચ્યા.

ડુમેલ ગેટથી યાત્રાની શરૂઆત
શ્રદ્ધાળુઓનો પ્રથમ કાફલો બાલતાલ પહોંચ્યો હતો અને ડુમેલ ગેટથી વહેલી સવારથી અમરનાથ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ડુમેલ ગેટથી પવિત્ર ગુફા સુધી સેવાદારો દ્વારા અનેક ભંડારાઓ શરૂ કરવામાં આવ્યા છે.

આજે શરૂ થયેલી અમરનાથ યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા.
આજે શરૂ થયેલી અમરનાથ યાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા.

જય હો બાબા બર્ફાનીની ગુંજોથી યાત્રાનો રૂટ ગુંજી ઊઠ્યો
ડુમેલ ગેટથી યાત્રાની શરૂઆત કર્યા બાદ પવિત્ર ગુફા સુધીના રૂટમાં શ્રદ્ધાળુઓ દ્વારા બમબમ ભોલે, જય હો બાબા બર્ફાની અને હર હર મહાદેવના નાદ કરતા જોવા મળ્યા હતા. જય હો બાબા બર્ફાનીની ગુંજોથી યાત્રાનો સમગ્ર રૂટ ગુંજી ઉઠ્યો હતો.

શ્રદ્ધાળુઓ માટે યાત્રામાં ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી.
શ્રદ્ધાળુઓ માટે યાત્રામાં ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી.

દર્શન કરી ભાવિકો ભાવુક થયા
પવિત્ર બાબા બર્ફાનીના દર્શન કરી શિવ ભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી. વિવિધ રાજ્યોમાંથી અનેક મુશ્કેલીઓ સર કરીને અમરનાથ પહોંચેલા કેટલાક ભક્તો ભાવુક થઇ ગયા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

દર બે કિ.મી.એ હેલ્થ કેમ્પ
અમરનાથ રૂટ પર શ્રદ્ધાળુઓને કોઇ તકલીફ ન પડે માટે ખાસ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં જમવા, રહેવા અને મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દર બે કિ.મી.ના અંતરે ખાસ હેલ્થ કેમ્પની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઓક્સિજન સુવિધા પણ કરવામાં આવે છે. અમરનાથ યાત્રા દરમિયાન યાત્રાળુઓની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો જોવા મળ્યો છે.

ચુસ્ત સુરક્ષા-બંદોબસ્ત ગોઠવાયો
અમરનાથ યાત્રા પર હંમેશાં આતંકી હુમલાનો ખતરો મંડરાયેલો રહે છે. આ ખતરાને ખાળવા માટે દર વર્ષે અહીં ચુસ્ત સુરક્ષા-બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. આ વર્ષે પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. સીઆરપીએફ અને આર્મીના જવાનો યાત્રાના રૂટમાં થોડા-થોડા અંતરે તેનાત જોવા મળ્યા છે. યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઇ પરેશાની કે હાલાકીનો સામનો કરવો ન પડે તેવી વ્યવસ્થા પણ સુરક્ષાદળો દ્વારા ઊભી કરવામાં આવી છે.

બાબા બર્ફાનીની તસવીર.
બાબા બર્ફાનીની તસવીર.

રજિસ્ટ્રેશન વેરિફિકેશન કરવામાં આવ્યું
યાત્રા દરમિયાન કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે યાત્રીઓના રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ યાત્રા સ્થળ પર વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ શ્રદ્ધાળુઓને યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

કયાં સુરક્ષાદળો ક્યાં તહેનાત?

આર્મી: સેના પર્વતો પર તહેનાત છે, કારણ કે ઘૂસણખોરી સરહદ પારથી થઈ શકે છે.

સીઆરપીએફ: મોટા ભાગના જવાન સીઆરપીએફમાંથી જ મુસાફરીમાં તહેનાત હોય છે. તેઓ સામાન્ય શ્રદ્ધાળુઓમાં હશે અને બેઝ કેમ્પથી પગપાળા જવાના રસ્તાનું રક્ષણ કરશે.

બાબા બર્ફાનીનાં દર્શન કરવા આગળ વધી રહેલો શ્રદ્ધાળુઓનો કાફલો.
બાબા બર્ફાનીનાં દર્શન કરવા આગળ વધી રહેલો શ્રદ્ધાળુઓનો કાફલો.

BSF: BSFની મુખ્ય જવાબદારી સરહદ પારથી થતી ઘૂસણખોરી પર નજર રાખવાની રહેશે. સાથે જ સીઆરપીએફની સાથે બીએસએફના જવાનો પણ સુરક્ષામાં તૈયાર રહેશે. કેમ્પની આસપાસ અને રોડ ઓપનિંગ પાર્ટી એટલે કે આરઓપીના રૂપમાં પણ સુરક્ષા આપવામાં આવશે.​​​​​​​

જમ્મુ અને કાશ્મીર પોલીસઃ માત્ર પોલીસને જ સ્થાનિક ઈનપુટ મળી રહ્યા છે. સમગ્ર સંકલનમાં સૌથી મોટી ભૂમિકા પોલીસની હોય છે. માત્ર ઉચ્ચ પોલીસ અધિકારીઓ અન્ય એજન્સીઓ સાથે મળીને સુરક્ષા યોજનાને આખરી ઓપ આપી રહ્યા છે.

ITBP: ITBPની સાથે SSBના જવાનોને પણ ફરજ પર મૂકવામાં આવ્યા છે. તેમને ખાસ કરીને માર્ગ સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે.

શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી.
શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી.
વહેલી સવારનો બાલતાલનો નજારો.
વહેલી સવારનો બાલતાલનો નજારો.
હર હર મહાદેવના નાદથી બાલતાલ ગુંજી ઊઠ્યું.
હર હર મહાદેવના નાદથી બાલતાલ ગુંજી ઊઠ્યું.
ડુમેલ ગેટથી યાત્રાની શરૂઆતની મોડી રાતથી પ્રતીક્ષા કરતા શ્રદ્ધાળુઓ.
ડુમેલ ગેટથી યાત્રાની શરૂઆતની મોડી રાતથી પ્રતીક્ષા કરતા શ્રદ્ધાળુઓ.
શ્રદ્ધાળુઓ મોડી રાતથી જ લાઇનમાં ઊભા રહી ગયા હતા.
શ્રદ્ધાળુઓ મોડી રાતથી જ લાઇનમાં ઊભા રહી ગયા હતા.
યાત્રા રૂટ પર તહેનાત ભારતના જવાનો.
યાત્રા રૂટ પર તહેનાત ભારતના જવાનો.
સુરક્ષાદળોને યાત્રા રૂટ પર તહેનાત કરાયાં.
સુરક્ષાદળોને યાત્રા રૂટ પર તહેનાત કરાયાં.
સાધુ-સંતોનો કાફલો પણ અમરનાથ યાત્રામાં જોડાયો હતો.
સાધુ-સંતોનો કાફલો પણ અમરનાથ યાત્રામાં જોડાયો હતો.
અન્ય સમાચારો પણ છે...