જામનગરના રણજીતસાગર રોડ પરથી પોલીસે દારૂની પેટી સાથે એક શખસને દબોચી લીઘો હતો જેની પુછપરછમાં વધુ 214 બોટલ દારૂ પોલીસે વાડીમાં દરોડો પાડી કબજે કર્યો હતો.જયારે જામજોધપુરના સીદસર ગામેથી પોલીસે મકાનમાંથી દારૂની 135 બોટલ સાથે એકને પકડી પાડયો હતો.
જામનગરમાં સીટી એના પીઆઇ એમ.જે. જલુના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. મોઢવાડીયા અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહયો હતો જે વેળાએ પોલીસએ નેવીલ જેન્તીલાલ પટેલને દારૂની એક પેટી સાથે પકડી પાડયો હતો.જેની પોલીસે પુછપરછ હાથ ધરતા તેણે દડીયા સીમ વિસ્તારમાં ઘોરીવાવ સામે એક વાડીમાં દારૂનો જથ્થો રાખયો હોવાનુ કબુલતા પોલીસે ઉકત સ્થળે દરોડો પાડી દારૂની વધુ 214 બોટલ સહિત રૂ.1.07 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસ પુછપરછમાં એક સપ્લાયરના નંબર મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જામજોધપુરના સિદસર ગામમાં એક શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબનો જથ્થો હોવાની બાતમી સ્થાનિક પોલીસને મળતા પોલીસે રબારીપામાં આવેલા લખમણ બધાભાઈ ભારાઈ ઉર્ફે લાખા નામના શખ્સના મકાનમાં દરોડો પાડયો હતો. જે દરોડા વેળાએ તલાશી લેતા દારૂની 135 બોટલ મળી આવી હતી.આથી પોલીસે રૂ. 67 હજારનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.પોલીસ પુછપરછમાં આ દારૂનો જથ્થો જૂનાગઢના રમેશ લાખાભાઈ ભારાઈઅે પુરો પાડયો હોવાનુ કબુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.