સિદ્ધિ:જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના બે સિનિયર ખેલાડીઓની SCAની જી-1 અંડર 25 ટુર્નામેન્ટ માટે પસંદગી

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થોડા દિવસ પહેલા જ સૌરાષ્ટ્રની ટીમમાં જામનગરની સાત મહિલા ખેલાડીઓની પસંદગી કરાઈ હતી
  • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત જી-1 અન્ડર-25 ટુર્નામેન્ટ માટે ટીમમાં પસંદગી નું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા

જામ રણજીથી લઈ રવીન્દ્ર જાડેજા સુધીના ક્રિકેટ જામનગર શહેરે આપ્યા છે. જામનગરનું ક્રિકેટ ક્ષેત્રે નામ ઝળકતું રહે તે માટે નવા ખેલાડીઓ પણ તૈયાર થઈ રહ્યા છે. તાજેતરમાં જ સાત મહિલા ખેલાડીઓને સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી થઈ હતી. ત્યારબાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની જી-1 અંડર 25 ટુર્નામેન્ટ માટે પણ જામનગરના બે સિનિયર ખેલાડીઓની પસંદગી થતા જામનગરના ક્રિકેટર અને શહેરીજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજીત જી-1 અન્ડર 25 ટુર્નામેન્ટ માટે જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સિનિયર ખેલાડી કરણ પટેલ અને ભવ્યેશ દોંગાની પસંદગી કરવામા આવી છે. આ બંને ખેલાડીઓ કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ લઈ રહ્યા હતા. બંને ખેલાડીઓની પસંદગી થતા જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા શુભેચ્છા પાઠવવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...