LCBમાં ચર્ચાસ્પદ બદલી:જામનગર એલસીબીના બે પોલીસકર્મીઓની રાતોરાત બદલી, લાલપુર તાલુકાનું દારૂ પ્રકરણ નડી ગયાની ચર્ચા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ASP નિતીશ પાંડેએ ખાનગી રાહે તપાસ કરી એકશન લીધા

જામનગર એલસીબીમાં ફરજ બજાવતા બે પોલીસકર્મીઓની અચાનક તાબડતોડ બદલી કરી દેવાતા ચકચાર મચી છે. લાલપુર તાલુકામાંથી 25 દિવસ પહેલા ઝડપાયેલા દારૂ પ્રકરણના કારણે આ બદલીઓ થઈ હોવાની ચર્ચા છે.

જામનગર એલસીબીમાં ASI તરીકે ફરજ બજાવતા ફિરોઝ દલની બેડી મરીન પોલીસ સ્ટેશનમાં અને પોલીસ હેડ કોન્સ્ટેબલ રઘુવીર સિંહ પરમારની શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં અચાનક બદલી કરી દેવામા આવી છે.

જામનગરના લાલપુર તાલુકાના ખેરગામના પાટિલા પાસેથી અઠવાડિયા પૂર્વે 699 પેટી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડવામા આવ્યો હતો. આ કેસને લઈ સવાલો ઉઠતા ASP નીતીશ પાંડે દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરવામા આવી હતી. આ પ્રકરણના કારણે જ બંને પોલીસકર્મીઓની બદલી થઈ હોવાની ચર્ચા છે. અચાનક જ બે પોલીસકર્મીઓની બદલી થતા પોલીસ વિભાગમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...