તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વીજરખી ડેમ નજીકથી દોઢ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે ઇસમો બાઇક પર ગાંજાનો જથ્થો લઇ વેચવા જઇ રહ્યાં હતા

જામનગરમાં નશાના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે અને તે દિશામાં પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ મહાનિર્દેશક ગુજરાત રાજ્યનાઓ દ્વારા ખાસ ડ્રાઈવનું આયોજન કર્યું હતુ. જેમાં વીજરખી ડેમ નજીકથી દોઢ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા છે.

બે ઇસમો સાથે રૂ.35,300નો મુદ્દામાલ જપ્ત કર્યો

એસ.ઓ.જી.ના પી.આઈ એસ.એસ.નિનામા તથા પી.એસ.આઈ આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી નાઓના નેતૃત્વ વાળી ટીમના રવિભાઈ બુજડ તથા હીતેશભાઈ ચાવડાને મળેલી બાતમી આધારે કાલાવડ જામનગર રોડ વીજરખી ડેમ પાસેથી બે ઈસમ હિરો હોન્ડા મોટરસાઇકલ રજી નં. જીજે-10-ડીએફ-4716 ઉપર એક પ્લાસ્ટીકની થેલી લઈને આવતા હોઇ જેને રોકી ચેક કરતા તેમાંથી ગેરકાયદેસર કેફી પદાર્થ ગાંજો 1 કીલો 530 ગ્રામ રૂ.15,300 સાથે કાલાવડના કાશ્મીરપરા વિસ્તારમાં રહેતાં અબ્દુલ લતીફ ઓસમાણ સમા, અખ્તર યુસુફભાઈ સુમરા રે. કાલાવડ-પંજેતર નગરને પકડી કુલ મુદ્દામાલ રૂ.35,300 સાથે મળી આવતા તેના વિરૂદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...