LCBની કાર્યવાહી:જામનગર શહેરના બે અલગ અલગ સ્થળો પરથી બે શખ્સો બે પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ સાથે ઝડપાયા

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર એલસીબીએ શહેરમાં બે અલગ અલગ સ્થળો પર દરોડા પાડી બે શખ્સોને બે પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓને હથિયાર સપ્લાય કરનારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા શહેરમાં ગેરકાયદે પ્રવૃતિ કરનારા શખ્સો સામે કડક હાથે કામગીરી હાથ ધરી છે ત્યારે જામનગર એલસીબી પોલીસે શહેરમાં ખોજા ગેઇટ ચોકમાં એક શખ્સ પાસે પિસ્તોલ હોવાની એલસીબીના સંજયસિંહ વાળા,ફિરોઝભાઇખફી તથા યોગરાજસિંહ રાણાને બાતમી મળી હતી.બાતમીના આધારે એલસીબી દ્વારા રેઇડ દરમ્યાન તનવીર ઇકબાલ ખત્રી નામના શખ્સને રૂા.25,000ની કિંમતની પિસ્તોલ તથા રૂા.500ની કિંમતની 5નંગ કારતૂસ મળી કુલ રૂા.25,500ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ હથિયાર સપ્લાય કરનાર મધ્યપ્રદેશના રેવા જિલ્લાના ચેચાઇ ગામનો અફઝલ અનવર ખતરીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

બીજો દરોડો જામનગરના પવનચકકી બસસ્ટોપ પાસે એક શખ્સ પિસ્તોલ સાથે હોવાની એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઇ ધાધલ તથા શીવભદ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે રેઇડ હસન આમદ ખફી નામના શખ્સને પવનચકકી બસ સ્ટોપ પાસેથી આંતરી લઇ રૂા.25,000ની કિંમતની પીસ્ટલ તથા રૂા.200ની કિંમતની બે નંગ કારતૂસ સહિત કુલ રૂા.25,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. અને હથીયાર સપ્લાય કરનાર જામનગરના નાસીર ગફર ખફીની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...