જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાંથી જામનગર એસઓજીએ બે શખ્સોને ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરતા ઝડપી લઇ ગેસના બાટલા સહિત કુલ રૂા.2,84,550 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અંગેની મળતી માહિતી વિગત મુજબ, જામનગરના ગુલાબનગર બીજો ઢાળીયો ગાત્રાળ પાનવાળી શેરીમાં રહેતાં રવિ ગોસ્વામી પોતાના ઘરે ગેરકાયદેસર રીતે ગેસના બાટલા રીફીલીંગ કરી તેનું વેચાણ કરતો હોવાની એસઓજીના રાજેશભાઈ મકવાણા, હર્ષદકુમાર ડોરીયા, અનિરૂધ્ધસિંહ ઝાલા તથા શોભરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન બાતમી વાળા સ્થળેથી રવિ ચંદુ ગોસ્વામી તથા જતિન ઉર્ફે જીગો પ્રાગજી હમીરપરા નામના બે શખ્સોને 27 નંગ ગેસના બાટલા, ગેસ રીફીલીંગ માટે ઇલેકટ્રીક મોટર તથા ઇલેકટ્રીક વજન કાટો સહિત કુલ રૂા.2,84,550 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.