દારૂની હેરાફેરી અટકી:જામજોધપુરના પરડવા નજીકથી દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા, 12 લાખનો મુદ્દામાલ જપ્ત

જામનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામજોધપુર-અમરાપર રોડ પર આવેલા પરડવા ગામની સીમ નજીકથી એલસીબીની ટીમે એક ગાડીને આંતરીને તલાશી લેતા તેમાંથી રૂા.4.90 લાખની કિંમતનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ દારૂનો જથ્થો, પાઉચ અને 10,000 ની કિંમતના બે મોબાઇલ અને વાહન સહિત કુલ રૂા.12 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પૂછપરછ આરંભી હતી.
પોલીસને બાતમી મળી હતી
આ અંગે મળતી માહિતી મુજબ જામજોધપુર-અમરાપર રોડ પર પરડવા ગામની સીમના રોડ પરથી વાહનમાં દારૂનો જથ્થો પસાર થવાની હે.કો. અશોક સોલંકી, ધાના મોરી, પો.કો. કિશોર પરમારને મળેલી સંયુક્ત બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફ સહિતનાએ પરડવા ગામમાં વોચ ગોઠવી હતી.
​​​​​​​​​​​​​​જૂનાગઢના શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ શરૂ
આ દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા તેને આંતરીને તલાશી લેતા તેમાંથી રૂા.4,90,560 ની કિંમતના ઇંગ્લીશ દારૂના 7008 નંગ પાઉચ મળી આવ્યા હતાં. જેથી એલસીબીની ટીમે જૂનાગઢના મુખારખ ગુલામ સાંધ અને પોરબંદરના મેરામ ભુદા રાડા નામના બે શખ્સોને ઝડપી લઇ 10,000 ની કિંમતના 2 મોબાઇલ અને 7 લાખની કિંમતનું વાહન તેમજ રૂા.4.90 લાખની કિંમતના દારૂના પાઉચ મળી કુલ રૂા.12,00,560 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં દારૂનું સપ્લાયર જૂનાગઢના ધીરેન કારિયા નામના શખ્સ દ્વારા કરવામાં આવ્યું હોવાનું ખુલતા એલસીબીએ ધીરેનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...