ગુજરાત ATSનું સૌરાષ્ટ્રમાં સર્ચ ઓપરેશન:જામનગરના બેડી વિસ્તારમાંથી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ, આજે વિગતો જાહેર થઇ શકે

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રગ્સના જથ્થાની સાથે પાકિસ્તાનીઓને પણ ઝડપ્યા, કોઇ સત્તાવાર વિગતો જાહેર નથી કરાઇ

જામનગર ડ્રગ્સને લઇને વધુ એકવાર ચર્ચામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે ગુજરાત ATSએ જામનગરમાં LCB અને SOGને સાથે રાખી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અહીંના બે સ્થાનિક શખ્સોને ઉઠાવી લેવામાં આવ્યા હોવાનું અને બંને પાસેથી ડ્રગ્સનો મોટો જથ્થો મળ્યો હોવાની વિગતો જાણવા મળી છે. જોકે, ATS દ્વારા સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. ATSએ દબોચી લીધેલા બંને શખ્સો અગાઉ ગાંજાના કેસમાં અનેક વખત પોલીસ ચોપડે ચડી ચૂક્યા હોવાની વિગતો પણ જાણવા મળી છે.

ATS અને કોસ્ટ ગાર્ડનું સંયુક્ત ઓપરેશન
સોમવારે ભારત પાકિસ્તાનની જળ સરહદ પરથી ATS અને કોસ્ટ ગાર્ડ દ્વારા સયુંકત ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ જથ્થાની સાથે પાકિસ્તાનીઓને પણ આંતરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગરના બેડી વિસ્તારમાં અમુક શકમંદ સુધી તપાસ લંબાવવામાં આવી હતી.

બે શખ્સોને ઉઠાવી લીધા
આ ઓપરેશન દરમિયાન રિક્ષા ચાલક તરીકેનો વ્યવસાય કરતા બે શખ્સોને ઉઠાવી લેવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. આ બંને શખ્સોના કબ્જામાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, ATS દ્વારા કોઇ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. આ પ્રકરણને લઈને આજે વિગતો જાહેર કરવામાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...