જામજોધપુર / સતાપુર અને ઉદેપુર વચ્ચે કોઝવેમાં પૂરના પાણીમાં ચાર લોકો તણાયા, ભાઇ-બહેનના મૃતદેહ મળ્યા, બેની શોધખોળ

સ્થાનિક લોકો દોડી ગયા
સ્થાનિક લોકો દોડી ગયા
X
સ્થાનિક લોકો દોડી ગયાસ્થાનિક લોકો દોડી ગયા

  • રાણાવાવ રહેતી બહેન પોતાના બે બાળકો સાથે ભાઇના ઘરે ઉદેપુર આવી હતી

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 07:57 PM IST

જામજોધપુર. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં સતાપુરથી ઉદેપુર વચ્ચે આવતા કોઝવેમાં પૂરના પાણીમાં ચાર લોકો તણાયા છે. જેમાંથી બે લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે બે બાળકોની શોધખોળ ચાલુ છે. મૃતક ભાઇ-બહેન હોવાનું જાણવા મળ્યું છે.

મામલતદાર, પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો 
રાણાવાવ રહેતી બહેન તેના બે બાળકો સાથે ભાઇના ઘરે ઉદેપુર આવી હતી. આજે ભાઇ બહેન અને બે ભાણેજને બાઇક પર મુકવા જઇ રહ્યો હતો ત્યારે ઉદેપુર અને સતાપર વચ્ચે કોઝવેમાં પૂરના પાણીનું લેવલ ચાનક વધી ગયું હતું. જેમાં ભાઇ-બહેન અને બહેનના બે બાળકો સહિત ચારેય તણાયા હતા. સ્થાનિક લોકોને જાણ થતા દોડી આવ્યા હતા અને ભાઇ-બેહનના મૃતદેહને બહાર કાઢ્યા હતા. જ્યારે બે બાળકોની શોધખોળ હજુ ચાલુ છે. ઘટનાની જાણ થતા જ જામજોધપુર મામલતદાર કાછડ, પોલીસ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી