તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:મનપાની ચૂંટણીમાં બુધવારે બે ઉમેદવારી પત્ર ભરાયા, ત્રીજા દિવસે 110 થી વધુ ફોર્મ ઉપડ્યા

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડ નં. 8-14માં એક-એક ફોર્મનો સમાવેશ

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના શ્રીગણેશ થયા છે. વોર્ડ નં.8 અને 14 માં એક-એક ફોર્મ ભરાયું છે. મનપાની 16 વોર્ડની 64 બેઠક માટે સતત ત્રીજા દિવસે 110 થી વધુ ફોર્મ ઉપડયા હતાં.મનપાની ચૂંટણીમાં સોમવારથી ઉમેદવારી પત્ર ભરવાનો પ્રારંભ થયો છે. પરંતુ પ્રથમ બે દિવસ એકપણ ઉમેદવારી પત્ર ભરાયું ન હતું. જયારે બુધવારે વોર્ડ નં. 8 અને 14 માં એક-એક ફોર્મ ભરાયું છે.

મહાપાલિકાની ચૂંટણીમાં બે દિવસમાં 16 વોર્ડની 64 બેઠક માટે કુલ 329 ફોર્મનો ઉપાડ થયો હતો. જયારે બુધવારે વધુ 110 થી વધુ ફોર્મની ખપત થઇ હતી. વોર્ડ નં. 1 થી 4 માટે 34, વોર્ડ નં.5 થી 8 માટે 20 થી વધુ, વોર્ડ નં.9 થી 12 માટે 22 અને વોર્ડ નં. 13 થી 16 માટે 34 ફોર્મનો સમાવેશ થાય છે. અત્યારસુધીમાં મનપાની ચૂંટણીમાં 440 થી વધુ ફોર્મનો ઉપાડ થયો છે પરંતુ ભાજપ-કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાની શરૂઆત ન થઇ હોય ફકત 2 ફોર્મ ભરાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો