કોરોના સંક્રમણ:જામનગરમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં સતત બીજા દિવસે કોઇ કેસ નહીં
  • શહેર-જિલ્લામાં 1187 લોકોના પરીક્ષણ કરાયા

જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ નહિવતની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જામનગર શહેરમાં શુક્રવારે બે પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો.

જામનગર મહાનગરપાલિકા દ્વારા શુક્રવારે 698 લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતાં. જેમાંથી બે પોઝિટિવ કેસ મળ્યા હતા. જ્યારે 3 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા છે. હાલ 10 દર્દીઓ હોમ આઇશોલેશનમાં છે અને એક પણ દર્દી હોસ્પિટલમાં દાખલ નથી.

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં શુક્રવારે 489 લોકોના કોરોનાલક્ષી પરીક્ષણ કરવામાં આવ્યા હતા. જેમાથી એકપણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો ન હતો. 2 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. હાલની સ્થિતિ એ 1 દર્દી હોમઆઇસોલેશનમાં છે.જ્યારે હોસ્પિટલમાં કોઈ દર્દી દાખલ નથી. શહેર-જિલ્લામાં કોરોનાના કેસમાં વઘઘટ જાેવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...