• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Two More Defaulting Members Of Jamnagar's Swami Vivekananda Credit Co. Operative Society Sentenced To Six Months In Check Return Case

છ મહિનાની સજા:ચેક રિટર્ન કેસમાં જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના વધુ બે ડિફોલ્ટર સભાસદોને છ માસની સજા

જામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ દિપક રમણીકભાઈ નંદા અને મગન બેચરભાઈ કણજારીયાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધી હતી. આ લોન ભરપાઈ કરવા બન્ને સભાસદોએ ચેક આપેલો અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયેલો જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવી હતી તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયું ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ - 138 અન્વયે કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરી હતી. ત્યારબાદ સમયાંતરે કેસ ચાલતા આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થયેલો અને આરોપીની પ્લી લેવામાં આવી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં છ-છ માસની જેલની સજા અને ચેકની રકમનો દંડ ફટકાવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...