અકસ્માતને પગલે મોત:ધ્રોલ નજીક સરમરીયા દાદાના મંદિર પાસે ગમખ્વાર અકસ્માત, ખાનગી ટ્રાવેલ્સની બસે બાઈકને હડફેટે લેતા બેના ઘટનાસ્થળે મોત

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત થયો
  • બંન્ને વ્યકિતઓને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત
  • પોલીસ દ્વારા બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ તાલુકાના જાયવા ગામના પાટિયા પાસે ગઈકાલે સોમવારે રાત્રીના સમયે પૂરઝડપે આવતી ખાનગી લક્ઝરી બસે બાઈકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ધ્રોલ ગામમાં રહેતાં બે યુવાનોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતાં. બનાવની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઇ વધુ તપાસ હાથ ધરી હતી.

સૂત્રો અનુસાર ધ્રોલમાં ગાયત્રીનગર વિસ્તારમાં રહેતો 25 વર્ષીય અલ્તાફ અલીભાઈ રાઠોડ અને તેનો 15 વર્ષીય પિતરાઇ ભાઈ અસલમ મુસાભાઈ મકવાણા નામના બંન્ને વ્યકિતઓ રાત્રિના અરસામાં જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ તાલુકાના જાયવા ગામ નજીક આવેલા સરમરિયા દાદાના મંદિર નજીકથી વાગુદળ તરફ તેની જીજે-10 બીએન-0781 નંબરના બાઇક પર જતાં હતાં. ત્યારે મંદિર નજીક પહોંચતા સમયે ધ્રોલ તરફથી પૂરઝડપે આવતી જીજે-01 ડીજે-4448 નંબરની પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસના ચાલકે બાઇકને અડફેટે ચડાવતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર અલ્તાફ રાઠોડ અને અસલમ મકવાણા નામના બંન્ને વ્યકિતઓને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અંગે પોલીસ દ્વારા બસ ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...