દસ્તાવેજ કૌભાંડ:બોગસ દસ્તાવેજ કૌભાંડમાં બે હોમગાર્ડઝ કેડેટ બરતરફ

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GISFમાં નોકરી માટે કારસ્તાન કર્યું’તું

એક્સ આર્મીમેન, GISFમાં ભરતીના અનુસંધાને અમુક વ્યક્તિઓ દ્વારા હોમગાર્ડઝના બોગસ પ્રમાણપત્રો રજૂ કરવામાં આવ્યા હતાં જે પ્રમાણપત્રોની ખરાઈ માટે જામનગર જિલ્લા કચેરીમાં મોકલવામાં આવ્યા હતાં. આથી જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ દ્વારા આ પ્રકરણની તપાસ માટે સ્ટાફ ઓફિસર લીગલ ગિરીશ સરવૈયાને પ્રકરણ સોંપાયું હતું. જેમાંથી બે વ્યક્તિ હોમગાર્ડઝમાં ફરજ બજાવતા હોવા છતાં તેમણે બોગસ પ્રમાણપત્ર બનાવી રજૂ કર્યા હતાં. આ અંગેનો રિપોર્ટ બનાવી વડી કચેરીને મોકલવામાં આવ્યો હતો.

આથી વડી કચેરીના માર્ગદર્શન મુજબ જામનગરના બે હોમગાર્ડઝ જવાન હરપાલસિંહ વિક્રમસિંહ જાડેજા અને ઉર્મિલાબેન જતિનભાઈ શુક્લને ફરજમાંથી બરતરફ કરવાનો જામનગર હોમગાર્ડઝ કમાન્ટન્ટ સુરેશ ભીંડીએ આદેશ કર્યો છે. જીઆઈએસએફમાં ભરતી દરમિયાન નિવૃત્ત હોમગાર્ડઝ જવાન પાસે અરજીઓ મંગાવાઈ હતી, પરંતુ ફરજ મોકૂફ કરાયેલા બન્ને જવાનો હજુ નિવૃત્ત થયા નથી, પરંતુ ફરજમાં ચાલુ છે. આમ છતાં નિવૃત્તિના બોગસ દસ્તાવેજો બનાવી રજૂ કર્યા હતાં અને નોકરી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...