તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોના આરોગ્ય સાથે ચેડાં:જામનગરના કાનાલુસમાંથી ડિગ્રી વગરના બે ડોકટર ઝડપાયા, ક્લિનિક પરથી દવા અને ઈન્જેક્શનનો જથ્થો મળી આવ્યો

જામનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી

રાજ્યમાંથી બોગસ ડોકટરોનો ઝડપાવાનો સિલસિલો યથાવત છે. જામનગર જિલ્લાના કાનાલૂસમાંથી પોલીસે આજે બે મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા બંને શખ્સો પાસે મેડિકલની કોઈ ડિગ્રી ના હોવા છતા લોકોની સારવાર કરી આરોગ્ય સાથે ચેડાં કરતા હોવાનું સામે આવ્યું છે. જામનગર એસઓજીએ બંને તબીબો પાસેથી દવા અને ઈન્જેક્શનનો જથ્થો પણ કબજે કર્યો છે.

જામનગર નજીક લાલપુર તાલુકાના કાનાલુસ ગામે એસઓજી પોલીસે આજે ચેકિંગ કાર્યવાહી કરી હતી. જેમાં પરપ્રાંતીય વસાહત આજુબાજુ બેરોકટોક મેડીકલ પ્રેક્ટીસ કરતા બે બોગસ ડોકટરો મળી આવ્યા હતા. પોલીસે મૂળ પશ્ચિમ બંગાળના મેદનીપુર અને નાદિયા જીલ્લાના તુષાર અધિકારી અને સુફલ સુનીલભાઈ મંડલ નામના બે બોગસ તબીબોના કલીનીક પરથી ઇન્જેક્શન, ગ્લુકોઝના બાટલા અને એન્ટી બાયોટીક દવાઓ ઉપરાંત ઇન્જેકશનોનો જથ્થો જપ્ત કર્યો છે. બંનેના કલીનીક પરથી પોલીસે રૂપિયા કુલ સાડા ચાર હજારની કીમત તબીબી મુદ્દામાલ કબ્જે કરી બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...