દરોડા:સતાપર-ચેલા પંથકમાં ધમધમતી દેશી દારૂની બે ભઠ્ઠીઓ પકડાઈ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક ગુના શોધક શાખાના ગ્રામ્ય પંથકમાં જુદા જુદા દરોડા
  • દારૂ,આથો અને ભઠ્ઠીના સાધનો કબજે, બે પકડાયા,એક ફરાર

જામનગર સ્થાનિક ગુના શોધક શાખાન ઇન્ચાર્જ પીઆઇ કે.કે.ગોહિલના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. ધાનાભાઇ મોરી અને રાકેશભાઇ ચૌહાણ સહિતની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસે બાતમી પરથી મેરાભાઇ હિરાભાઇ હુણના મકાનમાં દરોડો પાડતા ત્યાંથી 1600 લીટર આથો મળી આવ્યો હતો.પોલીસે પ્રોહિબિશન એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

જયારે જામનગરના ચેલા ગામે પણ એક મકાનમાં દેશી દારૂનો સંગ્રહ હોવાની બાતમીના આધારે પોલીસ ટીમે ઘનશ્યામસિંહ મનુભા દેદાના મકાનમાં દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન અંદરથી દેશી દારૂનો 100 લીટર જથ્થો,આથાનો 300 લીટર જથ્થો અને ભઠ્ઠીના સાધનો સાથે પ્રવિણસિંહ રામસિ઼હ દેદા અને સંદિપસિંહ ભરતસિંહ રાઠોડ મળી આવ્યા હતા.

જે બંનેને પોલીસે પકડી પાડી સાડા પાંચ હજારથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. જયારે સંચાલક મતાના ઘનશ્યામસિંહ મનુભા દેવા હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...