તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:જામનગરના શાપરમાં બે દિવસ પુર્વે ગુમ યુવતિનો કુવામાંથી મૃતદેહ મળ્યો, જામજોધપુર પંથકમાં શ્વાસ ઉપડતા પ્રૌઢનુ હ્દય થંભી જતાં મૃત્યુ નિપજયું

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગર તાલુકાના સીકકા નજીક શાપર ગામે રહેતી એક યુવતિ બે દિવસ પુર્વે ઘરેથી નિકળ્યા બાદ લાપતા બની હતી જેનો શોધખોળના અંતૈ કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જયારે જામજોધપુર પંથકના તરસાઇ ગામે રહેતા પ્રૌઢને શ્વાસ ચડતા સારવાર અર્થે લઇ જવાતા માર્ગમાં જ તેનુ હ્દય થંભી ગયુ હોવાનુ જાહેર થયુ છે.પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગર તાલુકાના શાપર ગામે રહેતા ગોવિંદભાઇ કારણાભાઇ બાંભવા નામના માલધારી પ્રૌઢની પુત્રી સવિતાબેન બે દિવસ પુર્વે ઘરેથી નિકળી ગયા બાદ લાપતા બની હતી.જેની પરીવારએ સ્થાનિક પોલીસને જાણ કરીને શોધખોળ હાથ ધરી હતી.જે દરમિયાન શાપર પાસે એક કુવામાંથી તેણીનો મૃતદેહ મળી આવ્યો હતો.ભોગગ્રસ્ત માનસિક બિમારીથી પિડાતી હોવાનુ પણ પોલીસ સમક્ષ જાહેર થયુ છે.

જામજોધપુર તાલુકાના તરસાઇ ગામે રહેતા ભોવાનભાઇ ગોવિંદભાઇ ભલસોડ(ઉ.વ.55) નામના પ્રૌઢને ગત તા. 12ના રોજ બપોરે ઘરે શ્વાસ ચડતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવી રહયા હતા જે વેળાએ માર્ગમાં જ તેમનુ હાર્ટ એટેકથ મૃત્યુ નિપજયુ હોવાનુ જાહેર થયુ છે.પોલીસે મૃતકના પરીજનનુ નિવેદન નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો