તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલાનો બનાવ હત્યામાં પલટાયો:બે દિવસ પૂર્વે રણજીતસાગર રોડ પર થયેલી માથાકૂટમાં ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય એક યુવક હજુ સારવાર હેઠળ પોલીસે હુમલાખોરોની તપાસના ચક્રો ગતિમાન કર્યા

જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા સુભાષ પાર્ક નજીક બુધવારે બાઈક પસાર થતાં યુવાન ઉપર નવ જેટલા શખ્સોએ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો. ત્યારે બનાવવામાં આવેલા યુવાનનું સારવાર દરમિયાન મોડી રાત્રે મોત નીપજ્યું હતું. ત્યારબાદ આ બનાવ હત્યામાં પલટાઈ હતો અને પોલીસે આ ઘટનામાં હુમલાખોરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર જામનગર શહેરના રણજીતસાગર રોડ પર તારીખ 21 ના રોજ બાઈક પર પસાર થતા બે યુવાન ઉપર છ જેટલા શખ્સોએ આંતરી ને લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યાની ઘટનામાં ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન સાબીર સલીમભાઈ ખીરા ઉ.20 રે હર્ષદમીલની ચાલી નીલકંઠ નગર નામના યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે તબીબોએ જાહેર કર્યું હતું.

આ બનાવની જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જય મૃતદેહનો કબજો સંભાળી હુમલાના બનાવમાં હત્યાની કલમો ઉમેરી હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

આ પૂર્વે જે દિવસે હુમલો થયો તે દિવસે હુમલાના બનાવની ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હુમલાખોરોને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવા આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...