જામનગરમાં સામુહિક આપઘાતનો પ્રયાસ:લાલપુરના પીપળી ગામે પાડોશીના ત્રાસથી બે પુત્રી-પિતાએ ઝેરી પ્રવાહી પીધું

જામનગરએક મહિનો પહેલા
  • ત્રણેયને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા
  • પોલીસે ત્રણેયના નિવેદન લઇને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી : હાલત સ્થિર

લાલપુરના પીપળી ગામમાં રહેતા મકવાણા પરિવારની બે પુત્રી તથા પિતાએ ગઈકાલે સાંજે કોઈ ઝેરી પ્રવાહી પી લેતા ત્રણેયને સારવાર માટે જામનગર લઈ જવામાં આવ્યા હતાંં. આ ત્રણેય વ્યક્તિએ પાડોશીના કહેવાતા ત્રાસથી કંટાળી જઈ આ પગલું ભર્યાનું જાણવા મળ્યું છે. લાલ૫ુર તાલુકાના પીપળી ગામ સામે આવેલા સસોઈ ડેમ પાસે રહેતા નાનજીભાઈ મૂળજીભાઈ મકવાણા (ઉ.વ. ૪૯) નામના પ્રૌઢ તથા તેમની બાવીસ વર્ષની પુત્રી અંજના અને ઓગણીસ વર્ષની પુત્રી ભારતીએ ગઈકાલે સાંજે એકસાથે કોઈ ઝેરી દવા પી લેતાં ત્રણેય પુત્રી-પિતાને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ત્રણેય વ્યક્તિઓની તબીબોએ સઘન સારવાર શરૃ કર્યા પછી હાલમાં ત્રણેયની તબીયત સ્થિર છે. આ વ્યક્તિઓએ તેમના પાડોશીઓના કહેવાતા ત્રાસથી વાજ આવી જઈ કોઈ પ્રવાહી પી લીધાનું જાણવા મળી રહ્યું છે. લાલપુર તાલુકાના પીપળી ગામો મોડીસાંજે પિતા અને બે પુત્રીએ ઝેરી દવા પીને જી.જી. હોસ્પિટલમાં લઇ આવવામાં આવતા ભારે ખળભળાટ મચી ગયો હતો, પેાલીસે પણ મામલાની ગંભીરતાને ધ્યાને તાત્કાલિક લાલપુરથી જામનગર હોસ્પિટલ દોડી આવી હતી અને ત્રણેયના નિવેદનો લઇ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાલ ત્રણેયની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.