તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરેરાટી:ઓખાના સુરજકરાડીમાં વીજશોક લાગતાં બે ગાયના ભોગ લેવાયા

સુરજકરાડી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખૂલ્લા ભયજનક વીજપોલને અડકી જતાં અબોલ પશુએ જીવ ગુમાવ્યા

ઓખામંડળના સુરજકરાડીમાં સતત ધમધમતા બજારમાં વિજ પોલને અડકી જતા બે ગાયના જોરદાર વિજ કરન્ટ લાગતા મૃત્યુ નિપજયાનો બનાવ બહાર આવ્યો છે.વિજપોલ અને જર્જરીત વાયરોને બદલવા માટે રજુઆતો છતા સ્થળ બદલી ન થયાનો સ્થાનિકોએ આક્રોશ વ્યકત કર્યો છે.જયારે ગાયોનો ભોગ લેવાતા ગૌપ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે.ઓખા નગરપાલિકાના સુરજકરાડી પંથકમાં ધમધમતા બજારના વિસ્તારમાં આવેલા એક વિજ પોલને અડકી જતા બે ગાયએ તરફડીને પ્રાણ ગુમાવ્યા હોવાનો બનાવ બહાર આવ્યો છે.જેના પગલે ગૌ પ્રેમીઓમાં અરેરાટી સાથે રોષની લાગણી ફેલાઇ હતી.

આ બનાવની જાણ થતા જાગૃત નાગરીક દ્વારા તુરંત વિજતંત્રને જાણ કરી વિજપુરવઠો બંધ કરાવાયો હતો.ઉપરોકત સ્થળે વિજપોલ-ટ્રાન્સફોર્મર અને જર્જરીત વિજ વાયર બદલવા માટે શાકભાજી સહિતના ધંધાર્થીઓ દ્વારા અવાર નવાર રજુઆતો પણ કરાઇ હતી.જોકે,આમ છતા સ્થળ બદલવામાં ન આવ્યુ હોવાનો આક્રોશ સ્થાનિકોએ વ્યકત કર્યો હતો.આ વિજ અકસ્માતમાં બે અબોલ પશુઓએ જીવ ગુમાવ્યા છે ત્યારે તાકિદે જર્જરીત વાયરો નહી બદલવામાં આવે તો વધુ અકસ્માતની પણ ભિતિ આજુબાજુના લોકોએ વ્યકત કરી છે.ત્યારે તાત્કાલિક આ કામગીરી હાથ ધરાય એવી લોકમાંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...