તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Two Cars Collided Near Bhavbhi Khijariya Village In Kalawad Taluka, Killing The Father And Seriously Injuring The Mother And Two Children With Minor Injuries.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસૂમના શબ્દોએ આંખો ભિંજાવી:કાલાવડ નજીક કાર અકસ્માતમાં બે માસૂમોની નજર સામે પિતાનું મોત, ભાઈએ બહેનને ‘કુદરત રુઠી પણ હું તો છું ને’ કહેતા હોસ્પિટલમાં ગમગીની

જામનગર2 મહિનો પહેલા
બન્ને માસુમોને સામાન્ય ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા
  • ભાવભી ખીજડીયા ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો

જામનગર જિલ્લાના કાલાવડના ભાવભી ખીજડીયા ગામ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે માસૂમોની નજર સામે બેન્ક કર્મચારી પિતાનું મોત નીપજ્યું હતું. જ્યારે માતાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પિતાની મોતને નજરે જોનારા બે માસુમ બાળકો પૈકી મોટોભાઈ જ્યારે બહેનને હોસ્પિટલમાં હૈયા ધારણા આપી રહ્યો હતો ત્યારે હોસ્પિટલમાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. ભાઈએ બહેનને જ્યારે ‘કુદરત રુઠી પણ હું તો છું ને’ એવું કહેતા હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઇ હતી.

ખીજડીયા ગામ પાસે બે કાર વચ્ચે સામસામે ટક્કર થઇ
આ અકસ્માતની પ્રાપ્ત વિગતો મુજબ, કાલાવડ તાલુકાના ભાવભી ખીજડીયા ગામ પાસે આજે બે કાર વચ્ચે સામસામે ટક્કર થઇ હતી. જેમાં પરિવાર સાથે જામનગરથી જૂનાગઢ તરફ જઈ રહેલ કાર સવાર વિજય જૈનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જયારે તેમના પત્નીને માથા સહિતના ભાગે ઈજાઓ પહોચતા તાત્કાલિક જામનગર હોસ્પિટલ ખસેડાયા હતા. આ બનાવમાં સામેની કારમાં સવાર એક આધેડ અને તેની બે ભાણેજને પણ ઈજાઓ પહોચી હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. જૂનાગઢમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને હોળીના તહેવારની રજાઓ હોવાથી તેનાં મામા તેડીને કાલાવડ તરફ આવતા હોવાની વિગતો જાણવા મળી છે.

બે કાર વચ્ચે અકસ્માત થયો હતો
બે કાર વચ્ચે અકસ્માત થયો હતો

માતાની ગંભીર હાલત જોઈ તેના બંને માસૂમ ભૂલકાઓ હેબતાઈ ગયા
બીજી તરફ પિતાના નજર સામે મૃત્યુ અને માતાની ગંભીર હાલત જોઈ તેના બંને માસૂમ ભૂલકાઓ હેબતાઈ ગયા હતા. આઠ થી દસ વર્ષીય મોટાભાઈએ તેની નાની બહેનને જામનગરની હોસ્પિટલમાં હાથનો સાથ આપી જે હૈયારખી આપી તે જોઈને કઠોર હૃદયના માનવીનું હૈયું પણ પીગળી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. હજુ તો દુનિયાદારીની પણ સમજ ન આવી ત્યાં પલવારમાં પિતાની છત્ર છાયા ગુમાવી ચૂકેલા બંને માસૂમ અવાચક થઇ ગયા હતા. હોસ્પિટલમાં માસુમ ભાઈએ નાની બહેનને પેટે હાથ મુકી હૈયારખી આપી, જાણે એમ ન કહેતો હોય કે વ્હાલા કુદરત રૂઠી ગયો છે હું નહી..તું હૈયે હામ રાખ, ભલભલા માણસનું પણ દિલ પીગળી જાય એવા દ્રશ્યો આ બંને માસુમની હાલત જોઈ સામે આવ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો