તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વાસઘાત:જામનગરમાં સંબંધોમાં વગર ભાડા ધંધો કરવા આપેલી દુકાન બે ભાઇઓએ પચાવી પાડી, મુળ માલિક જોડે જ પૈસાની માંગણી કરી

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક પણ રૂપિયો ભાડું લીધા વગર ધંધો કરવા આપેલી દુકાન આરોપીએ પોતાના ભાઈને આપી દીધી મુળ માલિકે દુકાન ખાલી કરવા કહેતાં પૈસાની માંગણી કરી

જામનગરમાં બે શખ્સોએ કાલાવડ પંથકના એક આસામીની દુકાન પચાવી પાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. એક પણ રૂપિયો ભાડું લીધા વગર આપેલી દુકાન આરોપીએ પોતાના ભાઈને આપી દીધી હતી. આ શખ્સે દુકાન ખાલી કરવા મૂળ માલિક પાસે રૂપિયા માંગતા મામલો સામે આવ્યો હતો. જે અંગે દુકાનના મુળ માલિકે બે આરોપી ભાઇઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના ડુંગરાણી દેવળીયા ગામે રહેતા રમેશ તુલસીભાઇ વાદીએ પોતાની જામનગરમાં સર્વોદય સોસાયટીમાં આવેલી દુકાન વર્ષ 2017માં સાધના કોલોની રણજીત સાગર રોડ પર રહેતા ભરત સવજીભાઇ વઘાસીયા નામના શખ્સને વગર ભાડે આપી હતી. સમય જતાં આ શખ્સે દુકાન પોતાના સુરતમાં રહેતા ભાઈ લલીત સવજીભાઇ વઘાસીયાને સોંપી દીધી હતી.

રમેશભાઈની જાણ બહાર જ આરોપીએ દુકાન પોતાના ભાઈને સોંપી દઈ જામનગર છોડી દીધું હતું. જેની જાણ થતાં રમેશભાઈ જામનગર આવી લાલિતને દુકાન ખાલી કરી દેવા કહ્યું હતું. જેની સામે લાલિતે ખાલી કરવા રૂપિયાની માંગણી કરી હતી.

રૂપિયા સાત લાખની કિંમતની 110 ચોરસ ફૂટનું ક્ષેત્રફળ ધરાવતી દુકાન ખાલી નહી કરતા મામલો પોલીસ દફતર પહોંચ્યો હતો. આરોપી લલીત આ દુકાન ખાલી કરતો ન હોવાથી અને ગેરકાયદેસર કબ્જો રાખી પૈસા પડાવવાની કોશીશ કરતો હોવાથી દુકાનના મુળ માલિકે બંને આરોપી ભાઇઓ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો