તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:જામનગરમાં બે બાઈક અથડાયા બાદ પાછળ આવતા ટ્રક નીચે બે યુવાન ચગદાયા, એકનું મોત અને એક ગંભીર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે બાઈક વચ્ચે ટક્કર થતા બંને બાઈકના ચાલક ફંગોળાઈ ગયા હતા

જામનગરમાં ગઈકાલે મોડી રાત્રે બે બાઈક અથડાયા બાદ પાછળ આવી રહેલા ટ્રકના તોતિંગ ટાયર બે યુવાનો પરથી ફરી વળતા એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. જયારે અન્ય એક યુવાનને ઈજા પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વુલન મિલ નજીક રહેતો મૃતક નોકરી પૂર્ણ કરી પરત ઘરે ફરતો હતો ત્યારે અને અન્ય બાઈકનો ચાલક ગુલાબનગર જમવા આવતો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. પોલીસે સ્થળ પર પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું
બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યું હતું

જામનગરમાં મોડી રાત્રે ગુલાબનગર ઓવરબ્રીજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આગળ જતા બે બાઈક વચ્ચે ટક્કર થતાં બંને બાઈકના ચાલક ફંગોળાઈ ગયા હતા અને પાછળ આવતા ટ્રકમાં બંને યુવાનો ચગદાયા હતા. જેમાં હાપા ખાતે નોકરી કરી વુલનમિલ પાસે આવેલા બાલાજી પાર્કમાં રહેતા મહિપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ (ઉં.વ.19) વાળા પરથી તોતિંગ ટાયર ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે અન્ય એક જયેશ મનસુખભાઈ મકવાણા નામના યુવાનને બંને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈક વચ્ચે ટક્કર થતા બંને બાઈકના ચાલક ફંગોળાઈ ગયા હતા
બાઈક વચ્ચે ટક્કર થતા બંને બાઈકના ચાલક ફંગોળાઈ ગયા હતા
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો