પાસા હેઠળ કાર્યવાહી:જામનગરમાં દારૂ અને જુગારના કેસમાં સંડોવાયેલા બે આરોપીઓ પાસા હેઠળ જેલમાં ધકેલાયા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકને વડોદરા મધ્યસ્થ જેલ અને બીજાને સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરાઈ
  • બુટલેગર અને અસામાજિક તત્વો પર એસ.પી પ્રેમસુખ ડેલુએ પાસાનું શસ્ત્ર ઉગામ્યું

જામનગરમાં અસામાજિક તત્વો પર કંટ્રોલ કરવા માટે અને શહેર જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે જામનગરના નવ નિયુક્ત એસ.પી પ્રેમસુખ ડેલુએ પાસાનું હથિયાર અજમાવ્યું છે. ત્યારે જામનગરમાં બુટલેગર અને જુગારના કેસમાં સંડોવાયેલા 2 આરોપીઓને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે.

જામનગર શહેર-જિલ્લામાં ગુનાખોરી પ્રવૃત્તિઓ આચરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બે શખ્સો સામે પોલીસે કરેલી પાસાની દરખાસ્ત કલેક્ટરે મંજૂર રાખતા એલસીબીએ બંને શખ્સોની ધરપકડ કરી વડોદરા મધ્યસ્થ અને સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ જામનગર શહેર અને જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ આચરતાં શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુંની સૂચનાથી ઇન્ચાર્જ એલ.સી.બીએ પ્રોહીબીશન અને જુગારના ત્રણ ગુના નોંધાયેલા વસીમ અક્રમ યુસુફ દરજાદા ઉ.32 અને પ્રોહીબીશનનો એક ગુનો નોંધાયેલો યુસુફ ગની આંબલીયા ઉ.45 નામના બે શખ્સો વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરી હતી. જે જિલ્લા કલેક્ટરે મંજૂર કરતાં બંને શખ્સો વસીમ અકરમ અને યુસુફ પઠાણની ધરપકડ કરી હતી.

એલસીબીની ટીમે અગાઉ દારૂની 8388 બોટલ સાથે ઝડપાયેલા વસીમ મકરાણી તાજેતરમાં જુગારના કેસમાં પણ ઝડપાયો હતો જેથી પોલીસે વસીમ અક્રમને વડોદરા મધ્યસ્થ જેલમાં તથા યુસુફ આંબલીયાને સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેર-જિલ્લામાં બુટલેગર, ખૂનનો પ્રયાસ, લૂંટ મારામારી, ધાક ધમકી આપવી, મિલકત પચાવી પાડવી ગેરકાયદેસર હથિયાર રાખવા ફાયરિંગ કરવું તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઇ કે.કે ગોહિલને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી. શહેરમાં અસામાજીક તત્વો આચરનાર ભયરૂપ ફેલાવનાર ઈસમો વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા રજિસ્ટરને મોકલી આપવામાં આવી હતી જે પાસાની દરખાસ્ત કરાઈ છે અને ગુનેગારોને જેલમાં મોકલવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. બે ઈસમો માં અક્રમ ઉર્ફે વસીમ બ્લોચ યુસુફ દરજાદા ઉ.35 રે. જામનગર અને યુસુફ ગની આંબલીયા ઉ.45 રે.જામનગર ના રહેવાસી બે આરોપી અને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...